લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને ઋષભ આહિર મેઘાણીના ગીતોની રમઝટ બોલાવશે: ઝવેરચંદ મેઘાણીના જીવન–કવન વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરાશે
મહાત્મા ગાંધી જેમને ‘રાષ્ટ્રીય શાયર’ના ગૌરવપૂર્ણ બિરૂદી નવાજેલા તેવા સર્મ સાહિત્યકાર, લોકસાહિત્યનાં સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની, પત્રકાર ઝવેરચંદ મેઘાણીની આગામી ૨૮ ઑગસ્ટે ૧૨૨મી જન્મજયંતી છે. આ પૂર્વ – ૧૨ ઓગસ્ટને રવિવારે બનાસકાંઠા જિલ્લાના મુખ્યમક પાલનપુર પાસે આવેલ ડીસા (કે. બી. અગ્રવાલ હાઈસ્કૂલ, ર્પ્રાના હોલ, રેલ્વે સ્ટેશન રોડ) ખાતે એમના જીવન-કવન અને ગીતોનાં વિશેષ કાર્યક્ર્મનું આયોજન કરાયું છે.
નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-લોકસાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતી પરિચિત અને પ્રેરિત થાય એ આશયી ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં ઉત્તર ગુજરાતમાં સહુપ્રમ વખત આવો પ્રેરક કાર્યક્ર્મ યોજાઈ રહ્યો છે જે ખાસ ઉલ્લેખનીય છે. આપણી ગરવી માતૃભાષા ગુજરાતીને જીવંત રાખવાનો પણ આ સબળ પ્રયાસ છે.
આ કાર્યક્ર્મનું આયોજન ડીસાની અગ્રગણ્ય સંસઓ કરૂણા ભક્તિ પરિવાર, સહયોગ સેવા ટ્રસ્ટ અને હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યું છે, જ્યારે સંયોજન ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસનનું છે.
સવારે ૯.૩૦ કલાકે — પ્રમ સત્રમાં — લોકગાયક અભેસિંહ રાઠોડ (ભરૂચ), ઈતિહાસકાર-સંશોધક-લેખક ડો. પ્રદ્યુમ્ન ખાચર (જૂનાગઢ), પત્રકાર-સંશોધક-લેખક લલિત ખંભાયતા (અમદાવાદ) અને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી (અમદાવાદ) ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરશે.
બપોરે ૨.૩૦ કલાકે — દ્વિતીય સત્રમાં મેઘાણીગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ સો રાધાબેન વ્યાસ અને ઋષભ આહીર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. કસુંબીનો રંગ, મોર બની નગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-ક્ધયા, ભેટ્યે ઝૂલે છે
તલવાર, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, આષાઢી સાંજનાં અંબર ગાજે જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ રજૂ શે. ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે, કાન તારી મોરલી, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આવી રૂડી અંજવાળી રાત, માડી હું બાર બાર વરસે આવિયો, ના છડિયાં હયિાર જેવાં સદાબહાર લોકગીતો પણ તેમના સંગ્રહ ‘રઢિયાળી રાત’ માંથી રજૂ શે. જે હજી છાપખાનામાં હતી ત્યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તેવી તેમની અંતિમ કૃતિ ‘સોરઠી સંતવાણી’માંી ગંગા સતી, જેસલ-તોરલની પ્રાચીન અમરવાણી આ પ્રસંગે ખાસ આસ્વાદ-રૂપે રજૂ શે.
૧૯૮૮-૮૯માં અરૂણાચલી ઓખા સુધીની ૯૦૦૦ કિ.મી.ની ઐતિહાસિક ‘ભારત જોડો’ સાયકલ-યાત્રાના સાયકલ-વીર રાજેશ ભાતેલીયા (રાજકોટ) સંસ્મરણો અને રાષ્ટ્ર-ભાવનાની પ્રેરક વાતો કહેશે. નવી પેઢી ગુજરાતી સાહિત્ય-લોકસાહિત્યનાં વાંચન માટે પ્રેરિત થાય તે માટે પુસ્તક પ્રદર્શન તા વિશેષ વળતરી વેચાણનું આયોજન પણ કરાયું છે.