મોરબીમાં આગામી તા.૨૫ ને રવિવારના રોજ રામ નવમી ના પાવન પર્વ નિમિતે વિવિધ હીન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા નુ અનેરુ આયોજન કરવા મા આવેલ છે. શોભાયાત્રા બપોરે ૪-૩૦ કલાકે દરબાર ગઢ ખાતે રામજી મંદીર થી પ્રસ્થાન થઈ બજાર લાઈન- નગર દરવાજો- ગાંધી ચોક-શાક માર્કેટ- વસંત પ્લોટ- ચકીયા હનુમાન- શનાળા રોડ- અયોધ્યાપુરી રોડ સહીત ના રાજ માર્ગો પર ફરી વળી જલારામ મંદીર ખાતે વિરામ થશે.
શોભાયાત્રામા બજરંગ દળ, શિવ સેના, હીન્દુ યુવા સંગઠન, શિવ શક્તિ ગૃપ, વીર દાદા જશરાજ સેના, જય મહાકાલ સતવારા ગૃપ, નિરાધાર ગૌશાળા ટ્રસ્ટ, બાલ ગોપાલ મિત્ર મંડળ, દ્વારિકાધીશ ગૃપ, ગૌરક્ષક દળ, વડવાળા ગૃપ, અર્જુન સેના સહીત ના સંગઠનો જોડાશે..
શોભાયાત્રા ને સફળ બનાવવા બજરંગ દળ ના કમલ ભાઈ દવે, શિવ સેના ના કમલેશ ભાઈ બોરીચા, હીન્દુ યુવા સંગઠન ના ભરત દાન ગઢવી, શિવ શક્તિ ગૃપ ના રૂપેશ ભાઈ સોલંકી સહીત ના વિવિધ સંગઠન ના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.. શહેર ની તમામ ધર્મ પ્રેમી જનતા ને આ શોભાયાત્રા મા જોડાવા આયોજકો એ અનુરોધ કર્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com