જુનાગઢ જી.એમ.ઇ.આર. એસ. મેડીકલ કોલેજ ખાતે મેડીકલ કોલેજના વિઘાર્થીઓ ચોવીસ કલાક રીડીંગ રુમ, હોસ્ટેલ અને કોલેજનો ગેઇટને ખુલ્લો રાખવાની માંગ સાથે સ્ટ્રાઇક શરુ કરી હતી. વિઘાર્થીઓ હડતાલ પર જતા કોલેજનું વાતાવરણ ભારે ગરમાવા પામ્યું હતું.

કોલેજ મેનેજમેન્ટ સ્ટાફે વિઘાર્થીઓની માંગને હાયર ઓથોરીટી સામે મૂકી હોવાનુ રટણ કોલેજ મેનેજમેન્ટ સ્ટાફ સાંજ સુધી કરતો રહ્યો હતો. પરંતુ વિઘાર્થીઓ પોતાની માંગને લઇને મકકમ રહેતા એક તબકકે આખો મામલો ટલે ચડવા પામ્યો હતો. કોલેજ બંધ થવા સુધી વિઘાર્થીઓ ડીન ઓફીસ પાસે અને બાદમાં કોલેજ કમ્પાઉન્ડમાં રહી પોતાની માંગને વારંવાર દોહરાવતા રહ્યા હતા.

આ અંગે પણ વિગત અનુસાર જુનાગઢ જી.એચ. ઇ.આર. એસ. મેડીકલ કોલેજ ખાતે આજે સવારથી જ વિઘાર્થીઓ મેડીકલ કોલેજને લાઇબ્રેરી, રીંડીગ રુમ, હોસ્ટેલ તેમજ આવવા જવાના મેઇન ગેઇટને ખુલ્લો રાખવાની માંગ સાથે સ્ટ્રાઇક પર ઉતરી આવ્યા હતા. કોલેજ મેનેજમેન્ટના કહેવા પ્રમાણે વિઘાર્થીઓ કોઇપણ પ્રકારની પૂવ માહીતી આપ્યા વગર સીધા જ આ પ્રકારની માંગને લઇને સામે આવ્યા હતા.2 31 આ બાબત સાથે કોલેજના વિઘાર્થીઓ અને વિઘાર્થીનીઓની સુરક્ષા સંકળાયેલી હોય સીધી મંજુરી આપી દેવાની સતા ડીન પાસે ન હોવાનું રટણ કરી હાયર ઓથોરીટી પાસે મંજુરી માંગવાની પ્રક્રીયા શરુ કરાઇ હોવાનું જણાવ્યું હતું. વિઘાર્થીઓની મકકમતાને લઇને ડીને રાતના ૧૦ વાગ્યા સુધી રીડીંગ રુમ ખુલ્લો રાખવાની બાંહેધરી આપી હતી ત્યાર બાદ વિઘાર્થીઓ પોતાની માંગ પર અડગ રહ્યા હતા.

જયારે સામાપક્ષે ડીન સહીતનું મેનેજમેન્ટ પણ વિઘાર્થીઓ સામે મંજુરીની પ્રક્રિયા શરુ કર્યાની વાતનું રટણ કર્યે રાખ્યું હતું વાતાવરણની ગંભીરતાને લઇ ત્વરીત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો કોેલેજ ખાતે પહોંચી ગયો હતો સવારથી લઇ છેક મોડી સાંજ સુધી વિઘાર્થીઓ ડીન ઓફીસ પાસે જ પોતાની માંગને લઇને બેસી ગયા હતા.

કોલેજ બંધ થતા વિઘાર્થીઓ કોલેજ કંમ્પાઉન્ડમાં એકઠા થઇ પોતાની માંગ પર અડગ રહેવા તેમજ જયાં સુધી તેઓના પક્ષમાં નિર્ણય ન આવે ત્યાં સુધી સ્ટ્રાઇક ચાલુ રાખવા નિર્ણય લીધો હતો. બીજી તરફ કોલેજ મેનેજમેન્ટે રાતના મોડે સુધી કોલેજ ગેઇટ, હોસ્ટેલ, રીડીંગ રુમ ખુલ્લા રહેવાથી વિઘાર્થી તેમજ વિઘાર્થીની ઓની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થવાની શકયતાનું રટણ ઉ૫સ્થિત પોલીસ અધિકારીઓ સામે કર્યે રાખ્યું હતું એક તબકકે મામલો થાળે ન પડતા વિઘાર્થીઓની સ્ટ્રાઇકની પરિસ્થિતિ યથાવત રહેવા પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.