પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સમા બેટ દ્વારકા આઇકોનીક બ્રિજના નિર્માણ માટેની યોજનાને સાકાર કરવા થોડા સમય પહેલા ગુજરાત પ્રવાસન વિભાગ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, સીટી સર્વે સીટી તથા ડી.આર.એલ. વિભાગની સંયુકત ટીમ દ્વારા ઓખા બેટ દ્વારકા ખાતે આવી અને સર્વે બાદ આ સંભવિત યોજનાને આખરી સ્વરુપ આપવા મોપણી કર્યા બાદ આગામી ૭મી ઓકટોબરે પ્રધાનમંત્રી હસ્તે આ મેગા પ્રોજેકટનું ખાતમુહુર્ત કરવામાં આવશે જેને અંદાજીત ૯૬૨ કરોડના ખર્ચે લગભગ ત્રીસ માસના સમગગાળામાં પૂર્ણ કરવામાં આવશે. પૂર્ણ થયા બાદ આ બ્રીજ પણ નેશનલ હાઇવે નં.પ૧નો ભાગ ગણાશે. બેટ દ્વારકાના બ્રીજના નિર્માણથી આ ટાપુ પર રહેતા આશરે દશેક હજાર જેટલા લોકોને પણ મેડીકલ સુવિધા સલામતી સહીતની સુવિધાઓ વધુ સરળતાથી મળી રહેશે.
બેટ દ્વારકા એ મુખ્યત્વે હિન્દુ તીર્થસ્થળ હોય અહી દર વર્ષે લાખો શ્રઘ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય તેમજ મુસ્લિમ તેમજ શીખ સંપ્રદાય પર ધાર્મિક સ્થાનો આવેલા હોય અહીં દરેક ધર્મના લોકો દર્શનાર્થે આવતા હોય છે. જેથી બેટ દ્વારકાને પ્રવાસન ક્ષેત્રે વેગવંતુ બનાવાશે બેટ દ્વારકા એ ટાપુ હોય અને દેશા છેવાડાના ક્ષેત્રે આવેલ હોય સદીઓથી તેનો વિકાસ દેશના અન્ય તીર્થસ્થાનોની જેમ ઝડપથી થયો નથી. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના રર ટાપુઓનો વિકાસ કરવાની યોજના જળરાશિથી ઘેરાયેલા તથા વિશાળ પ્રાકૃતિક સૌદર્યનો ખજાનો ધરાવતા યાત્રાધામ બેટ દ્વારકા પણ સમાવિષ્ટ હોય નજીકના ભવિષ્યમાં બેટ દ્વારકાને જમીન માર્ગે જોડવાની યોજના અમલી બનાવ્યા બાદ બેટ દ્વારકાનો પ્રવાસન ક્ષેત્રે પણ તીવ્ર ગતિ વેગવંતુ બનાવવામાં આવનાર છે. સાંસદ પુનમબેન માડમના પ્રયાસોથી મળી સફળતાં ચાલુ નાણાકીય વર્ષના નાણાકીય અંદાજપત્રમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકાના સાંસદ પુનમબેન માડમે દ્વારકા ક્ષેત્રને હેરીરેજ સીટી અંતગત ‚પીયા ૧૯ કરોડના ખર્ચે બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદીરથી હનુમાન દાંડી સુધીના ૬ કીલોમીટરના રુટમાં સર્કીટ દર્શન યોજના કેન્દ્ર સરકાર પાસેથીમઁજુરી કરાવી છે.