- નમે તે સૌને ગમે… જયારે ખમે તે પ્રભુ મહાવીરને ગમે.
- દેશ – વિદેશમાં લાખો ભાવિકો પ્રાર્થના,આલોચના અને સંવત્સરી પ્રતિક્રમણ કરશે
- ઘેર – ઘેર મિચ્છામી દુકકડમ્મ્ના નાદ ગૂંજશે…
- ક્ષમાનું આદાન પ્રદાન કરી સૌ હળવા ફૂલ જેવા બનશે….
ક્ષમાસાગર પ્રભુ મહાવીર કહે છે કે ક્ષમાથી પરમ સુખ, શાંતિ અને સમાધિની અનુભૂતિ થાય છે.સંવત્સરી – ક્ષમાના મહા પર્વના દિવસે ચોતરફ વાતાવરણ આનંદ અને ઉલ્લાસભર્યુ દ્રષ્ટિગોચર થાય છે.ક્ષમાની આપ – લે કરવાથી પરમ સુખ અને શાંતિનો અનુભવ થાય છે. માત્ર જૈન ધર્મ જ નહીં પરંતુ જગતના દરેક ધર્મો ક્ષમાને અદભૂત મહત્વ આપે છે.ચાલ્સ ગ્રીસ વોક્ડ નામના ચિંતકે લખ્યુ કે એટલે કે કોઈને માફ કરી દેવામાં કેટલા લાભો છે તે પુસ્તકમાં આલેખ્યું છે.
ધ હીલીંગ હાર્ટ નામના પુસ્તકના લેખક નોર્મન કઝીન્સનું માનવું છે કે વેરભાવના રાખવાથી શરીરમાં હ્ર્દય રોગના હુમલા આવે છે તેમજ અનેક રોગ આવે છે.એનાથી ઉલ્ટુ ક્ષમાનો ગુણ જે લોકોએ અપનાવ્યો તો ઘણા લોકોના બ્લડ પ્રેસર ઓછા થયેલા. એક ડોકટરે કહ્યું કે શરીરમાં મોટા ભાગના રોગો વેર વૃતિ અને ઝઘડાને કારણે થાય છે.મનની અંદરની શાંતી ક્ષમા ભાવથી મળે છે આવું ફ્રેન્ચ નવલ કથાકાર એન્ટુ મોરઈસે કહેલું.
નેલસન મંડેલાની ક્ષમા અદભૂત હતી.ભૂલ થઈ જવી સરળ છે પરંતુ ક્ષમા આપવી કે માંગવી તે દિવ્ય ગુણ છે.ચીની ફિલસૂફે કહેલું તમે કોઈને માફ કરો ત્યારે તમારામાં એક નવી દિવ્ય ચેતના જાગે છે.નવી શકિત આવે છે.વેર રાખવું એ નબળો માણસ પુરવાર થવા જેવું છે,જયારે માફી આપવી તે બહાદુર માણસોનું કામ છે તેમ મહાત્મા ગાંધીજી કહેતાં.” ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ” ક્ષમાને વીરોનું આભૂષણ કહેવાયું છે.ક્ષમા શકિતમાનને શોભે.દૂર્બળ વ્યક્તિનો માફીનો કોઈ અર્થ નથી.જયારે સમર્થ વ્યક્તિ કોઈ દુર્બળ વ્યક્તિ પાસે પોતાની ભૂલની ક્ષમા માંગે ત્યારે ધર્મ સોળે કળાએ ખીલી ઊઠે છે.અરે ! દેવો પણ દુંદુભી વગાડવા અને પુષ્પ વૃષ્ટિ કરવા થનગને છે.એટલે જ તો ગજસુકુમાર મુનિની ક્ષમાની અંતગડ સૂત્રમાં નોંધ લેવાણી.તેવી જ રીતે રાજા પરદેશીને પોતાની જ પત્નીએ ભોજનમાં ઝેર આપ્યું છતાં રાજાએ ક્ષમા ધારણ કરી અને એટલે જ તો એક આખું આગમ શ્રી રાયપસેણીય સૂત્ર રાજા પરદેશીના નામે લખાણું. ક્ષમા માંગવી એ નબળાઈ નહીં પણ તાકાત છે.” ધ વન મિનિટ એપોલોજી ” નામના પુસ્તકમાં લેખક કેન બ્લેન્યાર્ડ લખે છે કે પોતાની ભૂલ સુધારવામાં અથવા કોઈને ક્ષમા આપવામાં માત્ર એક મિનિટનો જ સમય લાગે છે પણ બહુ ઓછા લોકો આ આદત કેળવી શકે છે.
મનોજ ડેલીવાળા જણાવે છે કે ક્ષમાનો ઉપદેશ માત્ર મહાવીરે જ આપ્યો તેવું નથી પરંતુ મહમંદ પયંગબર સાહેબે પણ કહેલું… અલ્લાહ દયાળુમાં દયાળુ છે,તારા માટે ખુદાને અપાર કરૂણા છે,તારી ભૂલોને ભૂલી જશે અને તને માફ કરશે,તું પણ દરેકને માફ કરતો જજે.ક્રિશ્ચયન ધર્મ ગુરુઓ કહે છે તમે કહેવાતા શત્રુને મનોમન ક્ષમા આપી તો જુઓ ! ઈસુ જરૂર તમોને આશીર્વાદ આપશે.સ્પેનિશ કહેવત એ છે કે શ્રેષ્ઠ વેર એ છે કે જે કદી લેવાયું ન હોય.પ્રભુ મહાવીર કહે છે
ક્ષમાથી પરીષહો ઉપર વિજય મેળવી શકાય છે.નમે તે સૌને ગમે…જયારે ખમે તે પ્રભુ મહાવીરને ગમે તેમ મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે.