નિર્મલા સ્કૂલ રોડ પર એપાર્ટમેન્ટમાં સિક્યુરિટી ગાર્ડએ પાર્કિગમાં ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત
શહેરમાં જુદા જુદા બે સ્થળોએ આપઘાતના બનાવ સામે આવ્યા છે જેમાં સાધુવાસોની રોડ પર વંદન એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધાએ પગની બીમારીથી કંટાળી ચોથા માળેથી જમ્પ લાવીને આપઘાત કરી લીધો હતો જ્યારે અન્ય બનાવમાં નિર્મલા સ્કૂલ રોડ પર એપાર્ટમેન્ટમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધે પાર્કિંગમાં ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યું હતું.અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ સાધુવાસણી રોડ પર વંદન એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા જશુમતીબેન જમનભાઈ વદુકા નામના 75 વર્ષીય વૃદ્ધાએ ચોથા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા પરિવારમાં કલપાન છવાયો છે. ઘટના અંગે જાણ થતા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક જસુમતીબેન છેલ્લા ઘણા સમયથી પગની બીમારીથી પીડાતા હતા જેના કારણે બીમારીથી કંટાળી સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો હતો સુસાઇડ નોટમાં વૃદ્ધાએ પોતાના પુત્રને આ બાબતે હેરાન ન કરવાનું લખ્યું હતું.
જ્યારે અન્ય બનાવમાં નિર્મલા સ્કૂલ રોડ પર આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં રહીને ચોકીદારી કરતા રાવતભાઇ છોટાભાઈ ચૌહાણ નામના 75 વર્ષના વૃદ્ધે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જ ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો ઘટના અંગે જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.અંગે જાણ થતા ગંજીવાડામાં રહેતા મૃતક રાવત ભાઈના પુત્ર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં પરિવારજનો જણાવ્યું હતું કે રાવત ભાઈ ચૌહાણ છેલ્લા ઘણા સમયથી બીમારીથી કંટાળી ગયા હોય જેના કારણે આપઘાત કર્યો હતો.