છેડતી કર્યાના આક્ષેપ સાથે ચારથી પાચ શખ્સો બેટ વડે તૂટી પડ્યા: કૂતરાએ યુવકના મોઢે બચકા ભરી લીધા
શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા ગુરુજી આવાસ ક્વાટર પાસે લંડનથી આટો મારવા આવેલા એન.આઇ.આર.યુવાન સહિત બે પર પાડોશમાં રહેતા ચારથી પાંચ શખ્સોએ છેડતીના આક્ષેપ સાથે બેટથી માર મારી ડાઘિયા કૂતરા છોડી દેતા બંને યુવાનોને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના લક્ષ્મીવાડી મેઈનરોડ શેરી-11માં રહેતા અને આઇ.સી.આઇ.સી.આઇ બેંકમાં ક્રેડિટ મેનેજર તરીકે નોકરી કરતા કિશન અશોકભાઈ રાયજાદા (ઉ.વ.28) પોતાના પરિવાર સાથે સાધુ વાસવાણી રોડ પર ગુરુજી આવાસ ક્વાટર પર રહેતા એન.આઇ.આર.સબંધને મળવા ગયા હતા.
તે દરમિયાન કિશન રાયજાદા અને એન.આઇ.આર. વિશાલ સકારિયા બંને ચાલવા ગયા હતા. જ્યાં અજાણ્યા ચારથી પાંચ શખ્સોએ યુવતીની છેડતી કરતા હોવાના આક્ષેપ સાથે બંને પર બેટ વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ આ શખ્સોએ તેમની પાસે રહેલા ત્રણ ડાઘિયા કૂતરા છોડી દેતા કિશન રાયજાદાને મોઢા પર અને શરીર પર અનેક બચકા ભરી લેતા તેઓને લોહિયાળ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શહેરમાં મારામારી અને હત્યાના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે સાધુવાસોની રોડ ઉપર એન.આઇ.આર. યુવાન સહિત બે પર બેટ વડે હુમલો કરીને કુતરાથી બચકા ભરાવતા બંને યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે. બંને યુવકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. પાલતુ કૂતરાઓ પાસે બચકા ભરાવતા કિશન રાયજાદા મોઢે ગંભીર ઈજાઓ જોવા મળી રહી હતી.