વર્તમાન સ્થિતિ પ્રમાણે 14 હજાર કરદાતાઓ કરોડપતિ
આમ તો ગુજરાતમાં કરોડપતિઓની સંખ્યા ગણાય તેમ નથી. પરંતુ ઓન રેકોર્ડ કરોડપતિઓની સંખ્યામાં નાણાકીય વર્ષ 2023માં 4500નો ઉમેરો થયો છે. વર્તમાન સ્થિતિ પ્રમાણે 14 હજાર કરદાતાઓ કરોડપતિ હોવાનું નોંધાયું છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના ડેટા અનુસાર, ગુજરાતમાં આકારણી વર્ષ 2022-23માં રૂ. 1 કરોડ કે તેથી વધુની વાર્ષિક આવક જાહેર કરનારા ’કરોડપતિ’ કરદાતાઓમાં 49%નો વધારો જોવા મળ્યો છે. 2021માં રૂ. 1 કરોડ કે તેથી વધુની કરપાત્ર આવક ધરાવતા 9,300 લોકોની સરખામણીમાં, 2022માં આ સંખ્યા 4,500 વધીને 14,000 રેકોર્ડ થઇ છે, તેમ સત્તાવાર આંકડા દર્શાવે છે.
છેલ્લાં પાંચ વર્ષમાં કરોડપતિઓની સંખ્યા સૌથી વધુ હતી જે સમયગાળા દરમિયાન આ સંખ્યા 7,000 થી બમણી થઈને 14,000 થઈ ગઈ હતી, એમ ડેટા જણાવે છે. આ વધારો નોંધપાત્ર છે કારણ કે અગાઉના ચાર વર્ષોમાં રૂ. 1 કરોડથી વધુના કૌંસમાં કરદાતાઓની સરેરાશ સંખ્યા 8,200 હતી. કોર્પોરેટ કેટેગરીમાં પણ 1,000 ’કરોડપતિ’નો ઉમેરો થયો હતો કારણ કે સંખ્યા 3,700 થી વધીને 4,700 થઈ હતી, જે 28% નો વધારો દર્શાવે છે.નોન-કોર્પોરેટ કેટેગરીમાં ગુજરાતમાં એકંદર ટેક્સ બેઝ 2021-22માં 71.2 લાખ કરદાતાઓથી 4% વધીને 2022-23માં 73.8 લાખ થયો છે. પાંચ વર્ષ પહેલા 2018માં કુલ ટેક્સ બેઝ 62.5 લાખ હતો.