ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહજી જાડેજાની ઉપસ્થિતિમાં ઇણાઝમાં ઉજવાયો પોલીસ સંભારણા દિવસ
પોલીસ ફરજ દરમિયાન જાન ની કુરબાની આપી શહીદ થયેલા પોલીસ જવાનોની યાદમાં પોલીસ સંભારણા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે, પોલીસ સંભારણા દિવસે શહીદ થનાર પોલીસ જવાનોને યાદ કરવાના આ અવસરે ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સંભારણાદિવસની ઉજવણી કરવામાં આવી હતી,
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહજી જાડેજા ના માર્ગદર્શન હેઠળ તારીખ 21 ઓક્ટોબરે જિલ્લા પોલીસ ભવન ઈનાજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ડી વાયએસપી બામણીયા એલસીબી પીઆઇ એએસ ચાવડા, એલ આઈ બી આઈ એચ,કે ગોસ્વામી ,વેરાવળ સીટી પોલીસ સ્ટેશન, પાટણ પોલીસ સ્ટેશન, તાલાલા પોલીસ સ્ટેશન, ગીર ગઢડા પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશન, તથા સોમનાથ સુરક્ષા ખાતે ફરજ તેના અધિકારી કર્મચારીઓ ની વિશાળ ઉપસ્થિતિમાં ફરજ ઉપર શહીદ થનાર પોલીસ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ગીર સોમનાથ વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિર અને વિશાળ દરિયાકાંઠા ને લઈ સ્થાનિક અને રાષ્ટ્રીય સુરક્ષા કાજે ખૂબ મહત્વનું હોય ત્યારે એસ.પી મનોહરસિંહજી જાડેજા ના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લા પોલીસ પોતાની ફરજ સાથે રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક ઉત્કર્ષ અને જનજાગૃતિઅને રાષ્ટ્રભાવના વધુને વધુ ઉજાગર થાય તે માટે સતત કાર્યરત રહે છે પોલીસ સમભારાણા દિવસે પોલીસ પરિ વાર દ્વારા શહીદ થનાર પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.