છેલ્લા એક દાયકામાં ઉના શહેરમાં તમામ બાંધકામ ગેરકાયદેસર થતા હોવાની રાવ
ઉના શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટયો હોય તેવું જાણવા મળ્યું છે. એવામાં ગીરગઢડા રોડ ઉપર શ્રીજી આર્કેડ એસોસીયન વાળા કોમ્પ્લેક્ષે ભેગા મળી અને ઉના નગરપાલિકાનાં ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરેલ કે અમારા કોમ્પલેક્ષને અડીને જે ડો.મયુર ચારણીયા પોતાના માટે હોસ્પિટલ બનાવે છે જે લોકો માટે ઉપયોગીરૂપ હશે .
પરંતુ હાલ અમારા કોમ્પ્લેક્ષની હવા ઉજાસ બંધ થયેલ છે અને ઉના નગરપાલિકાનાં નિયમ વિરુઘ્ધ બાંધકામ થતું હોવાથી તાત્કાલિક ધોરણે બંધ કરવા બાબતે લેખિત રજુઆત કરેલ પરંતુ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ કયાંકને કયાંક નગરપાલિકાનાં સહકારથી જ આવા ગેરકાયદેસર બાંધકામ થતા હોય છે તો જ ડોકટર કહી શકતા હોય છે કે કોઈ કાંઈ મારું કરી નહીં શકે તમારે જે કરવું હોય એ કરી શકો છો અને ફરિયાદ કરેલ હોવા છતાં ગેરકાયદેસર બાંધકામ તો ચાલુ જ રાખેલ હોવાનું દેખાતું હતું. જે નગરપાલિકાની સહકાર વગર અધુરું હોય એવું લાગે છે ? હવે શ્રીજી આર્કેડને ન્યાય મળશે કે ડોકટરને આ આવનારો સમય બતાવશે ?