ડો. પ્રવિણ નિમાવત રચિત “શબ્દ સુમન” કાવ્યસંગ્રહનું વિમોચન મુખ્યમંત્રીશ્રી રૂપાણીના હસ્તે કરાશે
આગામી તા. ૮મી ઓકટોબરને સોમવારના રોજ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની રાજકોટ ખાતેની મુલાકાત દરમિયાન શ્રી અવધુત ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.ના ઉપક્રમે રાજકોટના કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ સ્વામી સભાખંડમાં બપોરે ૩-૦૦ કલાકે સભાસદ પરીવારજનોના શૈક્ષણિક ક્ષેત્રે મેળવેલ સિધ્ધીઓને સત્કારવાનો તેમજ સમાજના મુકસેવક રત્નોને “અવધુત એવોર્ડ” મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અર્પણ કરી સન્માનીત કરવાનો સમારોહ યોજાશે.
આ અવધૂત એવોર્ડ સમારોહમાં શિક્ષણવિદ્ શ્રી ગીજુભાઇ ભરાડ, પ્રયાસ દિવ્યાંગ સંસ્થાના શ્રી પૂજાબેન પટેલ, એનીમલ હેલ્પ લાઇનના શ્રી પ્રતિકભાઇ સંઘાણી, પ્રાકૃતિક નિઃશુલ્ક શિબીરના.ડો. સંગિતાબેન પંડિત, નવરંગ નેચર કલબના શ્રી વી.ડી.બાલા, સદભાવના વૃધ્ધાશ્રમનાશ્રી વિજયભાઇ ડોબરીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનિષભાઇ વંડા તથા ડી.વાય.એસ.પી.શ્રી રૂતુબેન એ. રાબાને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અવધુત એવોર્ડ અર્પણ કરી સન્માનીત કરાશે.
આ તકે કવિ ડો. પ્રવિણ નિમાવતના કાવ્ય સગ્રહ “શબ્દ સુમન”નું વિમોચન મુખ્યમંત્રીશ્રી રૂપાણીના હસ્તે કરાશે. કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રી અપુર્વમૂનિ સ્વામીજી તથા શ્રી લલીતકિશોર શરણજી મહારાજ સહિત સંતો મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.