૨૧ ઓક્ટોબર ૧૯૫૯ ના રોજ લિાખ ના હોટ સ્પ્પ્રિંગ ખાતે સી.આર.પી.એફ. ના જવાનોની ચોકી ઉપર ચીન દ્વારા મોટી સંખ્યામાં ઘાત લગાવી હુમલો કરવામાં આવેલ જેમાં દેશ માટે બહાદુરીપૂર્વક લડતા ભારતના દસ સી.આર.પી.એફ. જવાનો શહિદ થયેલ હતા જેઓની બહાદુરીને યાદ કરી ભારતમાં ૨૧ ઓક્ટોબરને પોલીસ સંભારણા દિવસ તરીકે ઉજવણી કરી ભારત દેશના સરુક્ષા દળના શહિદ થયેલ પોલીસ અધિકારી તથા કર્મચારીઓને યાદ કરી તેઓને શ્રધ્ધાજંલી અર્પણ કરવામાં આવેછે.
૨૧ ઓક્ટોબર પોલીસ શહિદ સંભારણા દિવસ ના રોજ રાજકોટ શહર પોલીસ મુખ્ય મથક શદહિ સ્મારક ખાતે રાજકોટ શહરે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સાહેબે ખાસ પોલીસ કમિશ્નર ખરુશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર સુધીરકુમાર દેસાઇ સાહેબ ઝોન-૨ તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ડો.પાર્થરાજ સિંહ ગોહિલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર સજજનસિંહ પરમાર સાહેબ ઝોન-૧ તથા નાયબ પોલીસ કમિશ્નર (ટ્રાફીક) પૂજા યાદવ સાહેબ તથા રાજકોટ શહરે ના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા સને.૨૦૨૧-૨૦૨૨ માં પોતાના પ્રાણનું બલિદાન આપી શહીદ થયેલ ૧૭૦ પોલીસ અધિકારી / કર્મચારીઓ યાદ કરી રાજકોટ શહરે પોલીસ દ્વારા પોલીસ મુખ્ય મથક શહીદ સ્મારક ખાતે સલામી પરેડથી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.