નવરાત્રી દરમિયાન કુળદેવી માતાજીનું પૂજન-અર્ચન, પાઠની ઉપાસના ઉતમ
આ વર્ષે રવિવારથી નવરાત્રીનો પ્રારંભ થતો હોવાથી નવદુર્ગા માતાજી હાથી ઉપર સવાર થઈને પધારશે.આસો શુદ-એકમને રવિવાર તા.15.10.23ના દિવસથી નવરાત્રીનો પ્રારંભ થશે.આ વર્ષે નવદુર્ગા માતાજી હાથી ઉપર સવાર થઈને પધારતા હોવાથી આ વર્ષ સુખ સમૃધ્ધિ અને પ્રગતી વારૂ રહે. તથા માતાજીના આર્શિવાદ પૂર્ણ રૂપે મળે. આ વર્ષે નોરતામાં કોઈ તિથિની વધઘટના હોવાથી નવરાત્રી શુભ રહેશે.
પહેલુ નોરતું રવિવારે નવરાત્રીની શરૂઆત ઘટ્ટ સ્થાપના તથા ગરબાની સ્થાપનામાં શૈલપુત્રીની પુજા.બીજુ નોરતુ સોમવારે મા બ્રહ્મચારીની પુજા,ત્રીજુ નોરતું મંગળવારે મા ચંદ્રઘંટાની પુજા, ચોથુ નોરતું બુધવારે અમૃત સિધ્ધિ યોગ રાત્રે 8.21 સુધી માતાજીની ઉપાસના માટે શ્રેષ્ઠ મા કુષ્માંડાની પુજા, પાચમુ નોરતુ ગુરૂવારે મા લલીતા પંચમી મા સ્ક્ધદમાતાની પુજા, છઠ્ઠુ નોરતુ શુક્રવારે માતા સરસ્વતી સ્થાપના રવિયોગ કુમારયોગ રાત્રે 8.41 સુધી ઉતમ મા કાત્યયની પુજા, સાતમુ નોરતુ શનીવારે દુર્ગા સપ્તમી માતા સરસ્વતી પુજન મા કાલરાત્રી પુજા, આઠમુ નોરતુ રવિવારે હવનષ્ટમી મહા અષ્ટમી દુર્ગાષ્ટમી હવન માટેનો દિવસ મા સરસ્વતી વિસર્જન મા મહાગોરી પુજા, જયારે નવમુ નોરતું સોમવારે નવરાત્રી પુરા માતા સિધ્ધિદાત્રીની પુજા તેમજ દશેરા મંગળવારે વિજયાદશમી વણજોયુ મુહુર્ત આ દિવસે દરેક શુભ કાર્યો કરવા ઉતમ છે.
વિજય મુહુર્ત બપોરે 2.27 થી 3.13 નવરાત્રી દરમ્યાન કુળદેવીના જપ કરવા, પાઠ કરવા પુજા કરવી, નવદુર્ગા માતાજીના જપ પુજા ઉપાસના કરવી ઉતમ ગણાય છે. આમા કોઈ પણ જાતના કર થતા નથી.
શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્ન)