- શનિવારે કાન-ગોપી રાસમંડળી, રવિવારે રાજભા ગઢવી, પુનમબેન ગોંડલીયા સહિતના કલાકારોના કંઠે ડાયરાની રમઝટ બોલાશે
- ધર્મસભા બાદ રર ક઼િમી. લાંબી પર્યાવરણ આધારીત થીમ બેઈઝ ભવ્ય રથયાત્રા રાજમાર્ગો પર વહન કરશે
વિશ્ર્વ હિન્દુ પિરષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ારા છેલ્લા 38 વર્ષથી અવિરત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 39મી શોભાયાત્રાનું અભુતપૂર્વ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આ વર્ષ વિ.હિ.પ. ની સ્થાપનાના 60 મું વર્ષ પૂર્ણ થઈ રહયું હોય કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ વ્યાપી રહયો છે. તા. ર6 ને સોમવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટય દિન એવા જન્માષ્ટમી પ્રસંગે સવારે 8-00 કલાકે મવડી
ચોકડી ખાતે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવશે. ધર્મસભામાં ધર્માધ્યક્ષ્ા તરીકે એસ.જી.વી.પી ગુરૂકુળના સ્વામી બાલકૃષ્ણદાસજી બિરાજશે. મુખ્ય વક્તા તરીકે વિશ્ર્વ હિન્દુ પિરષદ ગુજરાત ક્ષ્ોત્રના સંગઠન મંત્રી રંગ રાજે પ્રાસંગીક ઉદ્બોધન પાઠવશે. મહોત્સવ સમિતિના અધ્યક્ષ્ાની જવાબદારી રાજદિપસિંહ જાડેજા (રાજાભાઈ, વાવડી) તથા કાર્યકારી અધ્યક્ષ્ા તરીકે તિર્થરાજસિંહ એચ. ગોહેલ (ત્રાપજ) નિભાવી રહયાં છે. તેમજ રથયાત્રા અધ્યક્ષ્ા તરીકે વિજયભાઈ વાંક તેમજ યાત્રા સંયોજક તરીકે બંકીમભાઈ મુખ્ય રથના સંયોજક તરીકે ધીરૂભાઈ વીરડીયા નિયુકત છે.
આ વખતની શોભાયાત્રામાં ધર્માધ્યક્ષ્ા પદે સ્વામી બાલકૃષ્ણદાસજી બિરાજમાન થશે
આ વખતની 39મી શોભાયાત્રા તો રાજકોટના મવડી ચોક ખાતેથી શરૂ થઇ રાજકોટના મુખ્ય માર્ગો ઉપર ફરીને બાલક હનુમાન મંદિર, પેડક રોડ ખાતે સમાપન થશે. શોભાયાત્રાનું રાજકોટના રાજમાર્ગોના રૂટ પર ઠેર ઠેર અનેક સંસ્થાઓ દ્વારા ભગવાન કૃષ્ણના વધામણા થશે રાજકોટની અનેક સેવાભાવી સંસ્થા, યુવા મંડળો, વેપારી મંડળો દ્વારા રથયાત્રામાં જોડાનાર લોકો માટે પ્રસાદ, પાણી, શરબત, ફળાઆહાર, લસ્સી સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવશે. પોલીસ ડિપાર્ટમેન્ટ સમગ્ર રૂટમાં ટ્રાફીક સંચાલન અને સુરક્ષ્ાા પુરી પાડવાનું કાર્ય કરશે. આ શોભાયાત્રાના વિવિધ ફલોટસ તથા ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય પ્રતિમાના દર્શનનો લાભ લેવા અબાલ-વૃધ્ધ, ભાઈઓ-બહેનો સહિતના તમામ લોકો અને હિન્દુ સમાજ બહોળી સંખ્યામાં ઉમટી પડશે.
યાત્રાની શરૂઆતમાં યુવાનો કેશરી સાફા અને એક સરખા યુનિફોર્મ સાથે આપણો રાષ્ટ્રધ્વજ લઈને રથયાત્રામાં જોડાશે. ત્યારબાદ નવીનતમ ડબલ ડેકર લાઈવ ડી.જે. જે ખાસ મહેસાણાથી જોડાશે, ત્યારબાદ ગાયત્રી પિરવાર, બોલબાલા ટ્રસ્ટ, સરસ્વતી શીશુ મંદિર, રાધે-શ્યામ ગૌશાળ, બાલક હનુમાન મંદિર, રંગીલા ધુન મંડળ જેવા નામી-અનામી ગ્રુપ મંડળના ફલોટ શોભાયાત્રામાં જોડાશે. રર ક઼િમી. જેટલા લાંબા રથયાત્રાના રૂટ પર અનેક સમાજ, જ્ઞાતિ દ્વારા ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત ઉમળતાભેર કરવામાં આવશે.
શોભાયાત્રાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે હજારોની સંખ્યામાં રીક્ષ્ાામાં ઝંડીઓ લગાવવામાં આવી છે. ચોકે-ચોકે ધ્વજારોહણ અને લત્તે-લત્તે સુશોભનને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. અનેક સંસ્થા, મંડળ, ગ્રુપ, યુવા સંગઠનો દ્વારા ફલોટ માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. શોભાયાત્રાના પ્રચાર અર્થે સમિતિ દ્વારા સ્ટીકર, બેગ, પેન, કીચન, પર્સ, ધજા, પતાકા, બેનર સહિતનું અનેક સાહિત્ય મોટી સંખ્યામાં છાપવામાં આવ્યુ હતું.
આ તકે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ર0ર4 ના વર્ષના સમિતિના હોદેદારો વિવિધ સમિતિઓના ઈન્ચાર્જશ્રીઓ વિગેરેની ઘોષણા કરવામાં આવી છે.
ધર્માધ્યક્ષ્ા : સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી એજીવીપી ગુરૂકુળ , માર્ગદર્શક સમિતિ નરેન્દ્રભાઈ દવે, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ચંદારાણ, મુખ્ય વક્તા રંગ રાજે – વિ.હિ.પ. ગુજરાત ક્ષ્ોત્ર સંગઠન મંત્રી મહોત્સવ સમિતિ અધ્યક્ષ્ા રાજદિપસિંહ જાડેજા (રાજાભાઈ- વાવડી)મહોત્સવ સમિતિ કાર્યકારી અધ્યક્ષ્ા તિર્થરાજસિંહ એચ. ગોહેલ (ત્રાંપજ),રથયાત્રા અધ્યક્ષ્ા વિજયભાઈ વાંક,યાત્રા સંયોજક બંકીમભાઈ મહેતા, યાત્રા સહસંયોજક મનીષભાઈ બેચરા, મુખ્ય રથ સંયોજક ધીરૂભાઈ વીરડીયા, ઈન્ચાર્જ નિતેશભાઈ કથીરીયા,સહઈન્ચાર્જ કૃણાલભાઈ વ્યાસ મંત્રી સુશીલભાઈ પાંભર, હર્ષિતભાઈ ભાડજા,સહમંત્રી દિપકભાઈ ગમઢા, યોગેશભાઈ ચોટલીયા,કોષાધ્યક્ષ્ા વિનુભાઈ ટીલાવત, સહકોષાધ્યક્ષ્ા રાહુલભાઈ જાની, કાર્યાલય મંત્રી દિલીપભાઈ દવે, કાર્યાલય સહમંત્રી રાજુભાઈ ઉમરાણીયા, પંકજભાઈ તાવીયા,ઉપાધ્યક્ષ્ા વલ્લભભાઈ દુધાત્રા, ચમનભાઈ સિંધવ, ધીરૂભાઈ વીરડીયા, સત્યજીતસિંહ જાડેજા સહીતના આગેવાનો જવાબદારી નિભાવી રહ્યા છે.
રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ એસોસીએશન ારા વિનામૂલ્યે ફલોટ માટે વાહનો પુરા પાડવામાં આવેલ છે. આ વાહનના વાહન ચાલકો પણ કોઈજાતનો ચાર્જ લીધા વગર નિ:સ્વાર્થ ભાવે સેવા આપી રહયાં છે. માટે દરેક ચાલકોને મહોત્સવ સમિતિ દ્વારા એક પ્રોત્સાહિત પુરસ્કાર રૂપે ગીફટ આપવામાં આવશે.
સમિતિના રથયાત્રાના અઘ્યક્ષ વિજયભાઇ વાંકએ જણાવ્યું હતું કે, રવિવારે દેશ-વિદેશમાં પ્રસિઘ્ધ કલાકાર રાજભા ગઢવી, પુનમબેન ગોંડલીયા, જપદિપ ખુમાણ, પ્રવિણ આહિરના સથવારે ભવ્ય લોક ડાયરો જાહેર જનતા માટે મવડી ખાતે યોજાનાર છે. જેનો લાભ અવશ્ય લેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.
આજની પ્રેસ કોન્ફોરન્સમાં રાજદિપસિંહ જાડેજા, તિર્થરાજસિંહ ગોહીલ, વિજયભાઈ વાંક, ધીરૂભાઈ વીરડીયા, બંકીમભાઈ મહેતા, શાંતુભાઈ રૂપારેલીયા, માવજીભાઈ ડોડીયા, નિતેશભાઈ કથીરીયા, કૌશીકભાઈ સરધારા, ડો. હિરેનભાઈ વિસાણી, પારસભાઈ શેઠ વિગેરે હાજર રહયા હતાં.
-
શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ધર્મયાત્રા (રથયાત્રા) રૂટ – ર0ર4
સવારે 8.00 ધર્મસભા , 9-00 ધર્મયાત્રા પ્રસ્થાન મવડી ચોકડીથી, 9-4પ રૈયા સર્કલ, 9-પ0 હનુમાન મઢી ચોક, આમ્રપાલી રોડ, 10-00 કિશાનપરા ચોક, 10-1પ જિલ્લા પંચાયત ચોક,10-રપ ફુલછાબ ચોક, 10-40 હરીહર ચોક, 11-00 પંચનાથ મંદિર રોડ, લીમડા ચોક, ભાવનગરનો ઉતારો એસ.બી.એસ. બેંકની બાજુમાં, 11-10 ત્રિકોણબાગ થી,11-ર0 ગેસ્ફોર્ડ ટોકીઝ થી,11-30 માલવીયા ચોક થી, 11-40 લોધાવાડ ચોક થી, 1ર-00 ગોંડલ રોડ, મકકમ ચોક, 80 ફુટ રોડ, પાસપોર્ટ ઓફીસ, 1ર-1પ નાગરીક બેંક ચોક, ધારેશ્ર્વર મંદિર, ભક્તિનગર સર્કલ, 1ર-રપ સોરઠીયાવાડી ચોક, 1ર-40 કેવડાવાળી મેઈન રોડ,1ર-પ0 બોમ્બે આર્યન ચોક થઈને જિલ્લા ગાર્ડન ચોક,1-1પ રામનાથપરા જેલ ચોક, બી-ડીવીઝન પોલસ સ્ટેશન થઈ, 1-રપ ચુનારાવાળ મેઈન રોડ,1-40 ભાવનગર રોડ, 1-પ0સંતકબીર રોડ,ર-00કે.ડી. કોમ્પલેક્ષ્ા ચોક, ર-1પ ગોંવિદબાગ શાકમાર્કેટ અને ર-30 બાલક હનુમાન મંદિર, પેડક રોડ ખાતે સમાપન