શહેરના અનેક મંદિરો- સ્થળોએ તુલસી અને શાલીગ્રામના વિવાહના આયોજનો

કારતક સુદ અગીયારસને સોમવાર તા. ૧૯-૧૧ ના દિવસે દેવ દિવાળી અને તુલસી વિવાહ છે તુલસી વિવાહનો શુભ સમય સાંજે ગોધુલિક અને પ્રદોશ કાળનો ગણાય છે. રાજકોટ માટે ગોધુલીક સમય સાંજે ૫.૫૫ થી ૬.૧૧ તથા પ્રદોશ કાળ સાંજે ૬.૦૨ થી ૧૨.૫૪  સુધી છે.

આ દિવસે દેવ દિવાળી અને દેવ ઉઠી એકાદશી પણ કહેવામાં આવે છે.

પૈરાણીક કથા પ્રમાણે દેવદીવાળીના દિવસે ઉપવાસ કરવાથી સો રાજસૂય યજ્ઞનું ફળ મળે છે આ દિવસે ઉપવાસ અથવા એકટાણુ કરવું સવારના વહેલા ઉઠી નિત્ય કર્મ કરી ભગવાન શ્રી કૃષ્ણનું પુજન કરવું શાલીગ્રામનું પુજન કરવું સાથે તુલસીનું પણ પુજન કરવું આ દિવસે ખાસ કરી શેરડીના સાંઢા તુલસીજી પાસે રાખી અને મંડપ બનાવામાંનું મહત્વ છે. આમા એક બે ચાર જેવી સંખ્યામાં શેરડીના સાંઢાનો મંડપ બનાવાનું મહત્વ વધારે છે. સાંજના સમયે બધા ભેગા મળી તુલસી વિવાહ કરે છે કોઇ જાનૈયા પક્ષ બને છે કોઇ માંડવીયા પક્ષ બને છે. અને ધામધુમથી તુલસી વિવાહ કરે છે.

અષાઢ સુદ એકાદશીના દિવસે દેવતાઓ પોઢી જાય છે અને કારતક સુદ એકાદશીના દિવસે દેવતાઓ જાગે છે આમ આ દિવસથી લગ્ન જેવા શુભ કાર્યોની શરુઆત થાય છે.

સંતાન પ્રાપ્તી, લગ્નસુખ, સુખી દામત્યજીવન માટે તુલસી વિવાહ કરવામાં આવે છે. શહેરના અનેક સ્થળોએ મંદીરોમાં ધામધુમથી તુલશી વિવાહ યોજાશે જેઓના ઘરે દીકરી ન હોય તેઓ તુલસી વિવાહ કરી કન્યાદાદાનું સુખ પ્રાપ્ત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.