તીર્થ સ્થાનીના નામ લઇ સ્નાન કરશો તો પ્રાપ્ત થશે ‘અશ્વમેધ યજ્ઞ’નું ફળ
પોષ વદ અમાસને સોમવાર તા. ૪-૨-૧૯ ના દિવસે સોમવારી અમાસ છે આ દિવસે સિઘ્ધયોગ સવારે ૭.૨૩ થી આખો દિવસ અને રાત્રી સિઘ્ધયોગ પણ છે. સાથે વ્યતિપાત યોગ પણ છે. સિઘ્યેયોગ ને સારો માનવામાં આવે છે જયારે વ્યતિપાત યોગને અશુભ માનવામાં આવે છે પરંતુ જો અમાસ અને વ્યતિપાતયોગ હોય તો ધન પુણ્ય મા તથા પિતૃ કાર્ય કુંડળીમાં રહેલા અશુભયોગની શાંતિ માટે સોમવતી અમાસ અને વ્યતિપાત યોગ ઘણું સારું ફળ આપશે.
એક પૈરાણીક કથા પ્રમાણે દધીચી ઋષીએ દેવોના વિજય માટે કુરૂક્ષેત્રે પાસે સન્નિહિન સરોવરના કાંઠે દેવોના હિત માટે પોતાના અસ્તીનું દાન કરેલું. પ્રાચીન સમયમાં દેવો અને દાનવો વચ્ચે યુઘ્ધ થયેલું તેમાં દેવોની હાર થવા લાગી આથી ઇન્દ્રને ચિંતા થાય અને તે ભગવાન વિષ્ણુ પાસે જાય છે. ભગવાન વિષ્ણુ કહે છે.
દધીચી ઋષીની હાડકામાંથી જે શસ્ત્ર બનશે તેનાથી દાનવોની દ્વાર થશે આમ ઇન્દ્ર બ્રાહ્મણ નુ રુપ લઇ અને દધીચી ઋષિ પાસે જાય છે. અને દાનમાં તેમની પાસેથી હાંડકાની માંગ કરે છે. ત્યારે દધીચી ઋષી કહે છે કે પહેલા હું બધા જ તિર્થોમાં સ્નાન કરીશ અને પછી દાન આપીશ ત્યારે દેવ રાજ ઇન્દ્ર કહે છે તમે સોમવતી અમાસના દિવસે ઘરમાં અથવા તીર્થોમાં સ્નાન કરતી વખતે જે જે તિર્થોને યાદ કરશે તેમના સ્નાનનુ ફળ તમને મળશે આમ સોમવતી અમાસના દિવસે ગંગા ગોદાવરી પુષ્કર જેવા તીર્થોના નામ લઇ અને સ્નાન કરવાથી બધા તીર્થોમાં સ્નાનકર્યાનું ફળ મળે છે અને સાથે અશ્વમેધ યજ્ઞનું કર્યાનું ફળ પણ મળે છે.
સોમવતી અમાસના દિવસે પીપળા પાસે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીની પુજા કરવાથી સૌભાગ્યની વૃઘ્ધિ થાય છે. લક્ષ્મીજીની પ્રાપ્તી થાય છે. વંશની પણ વૃઘ્ધિ થાય છે સોમવતી અમાસના દિવસે પીપળામાં પોતાના પિતૃને યાદ કરી પાણી ચડાવાથી પિતૃદોષ માંથી મુકિત મળે છે.
સોમવતી અમાસના દિવસે પિૃતકાર્ય અને તર્પણ વિધી કરવાથી પિતૃઓને મુકિત મળે છે. જે લોકોની જન્મ કુંડળીમાં શની કે રાહુ નો શ્રાપિતદોષ તથા વિષયોગ છે. તેવો એ મહાદેવજીને દુધમાં કાળતલ અને સાકર મિકસ કરી ચડાવું તથા ત્યારબાદ ચોખ્ખુ પાણી ચડાવું આમ કરવાથી દોષ માંથી રાહત મળશે.
શાસ્ત્રી રાજદીપ જોષી સોમવાર અમાસના દિવસે વ્યતિપાત યોગ પણ છે. વ્યતિપાતની કથા જોઇએ તો ચંદ્રમા એ પોતાના ગુરુ બ્રહ્મપતિની પત્ની તારાનું અપહરણ કર્યુ તે વખતે મિત્ર ભાવે સૂર્યએ ચંદ્રને ઠપકો આપ્યો આમ સૂર્ય અને ચંદ્ર વચ્ચે ક્રોધ ઉત્પન્ન થયો તેમાંથી એક ભયંકર વિકરાળ પુરુષ ઉત્પન્ન થયો અને જગતને પુર્ણ કરવા લાગ્યો આથી સૂર્ય કરવા લાગ્યો આથી સૂર્ય અને ચંદ્રએ પ્રાર્થના કરી કે તું શાંત થા તારુ પ્રાગટય અમારી ક્રોધ દ્રષ્ટીથી થયેલ છે. આથી તારુ નામવ્યતિપાન રહેશે તું યોગોનો રાજા ગણાઇશ. તારુ પુજન કરનાર ધનવાન થશે. વ્યતિપાત યોગના દિવસે નિત્યકર્મ કરી આખો દિવસ ઉપવાસ રહેવો અને દાન પુણ્ય કરવું આમ કરવાથી જીવનની બધી જ મુશ્કેલી દુર થાય છે.