૩૧ જાન્યુઆરીએ થયેલા ચંદ્રગ્રહણની સરખામણીએ આ વખતનો બ્લડમુન ૪૦ મીનીટ વધુ નિહાળી શકાશે
આગામી ર૭મી જુલાઇની મઘ્યરાત્રીએ આકાશમાં ફરી ‘બ્લડમુન’નો અદભુત નજારો જોવા મળશે આ બ્લડમુન એટલે કે ચંદ્રગ્રહણ આ સદીનું સૌથી લાંબુ અને ભાગ્યે જ બનતુ: ગ્રહણ મનાશે જેને નરી આંખે નિહાળી શકાશે.
જણાવી દઇએ કે છેલ્લે બ્લડમુન નો નજારો ૩૧મી જાન્યુઆરી ૨૦૧૮માં જોવા મળ્યો હતો જેની સરખામણીએ આ વખતનો બ્લડમુનનો નજારો ૪૦ મીનીટ વધુ જોઇ શકાશે. એટલે ર૭મી જુલાઇએ થનાર ચંદ્રગ્રહણ ૧ કલાકને ૪૦ મીનીટ સુધી ચાશલે જે આ સદીનું સૌથી લાંબુ ચાલનાર ગ્રહણ ગણાશે. વર્ષ ૧૯૮૨ બાદ સંપૂર્ણ ચંદ્રગ્રહણ અને બ્લડમુન ભારતમાં પ્રથમ વખત ૩૧ જાન્યુઆરી ૨૦૧૮માં જોવા મળ્યું હતું. ત્યારબાદ હવે ૨૭-૨૮ મી જુલાઇએ જોવા મળશે.
આ ચંદ્રગ્રહણને બ્લડમુન એટલે નામ અપાયું છે કારણ કે પુરા ચંદ્રમાં લાલ રંગના ધાબા દેખાશે બ્લડમુન દરમિયાન પૃથ્વીના છાયડામાંથી પસાર થતા ચંદ્ર લાલ અને નારંગી રંગથી ઢંકાઇ જશે.
આ વિચિત્ર ઘટના ના ગ્રહણ દરમિયાન વાયુ મંડળમાં લીલા અને રીંગણી કલરના પ્રકાશના કીરણોને રેલેધ સ્કેટરીંગ માનવામાં આવે છે.
આગામી ચંદ્રગ્રહણ માત્ર પૃથ્વીના પુર્વ ગોળાર્ધમાં જ દેખાશે એટલે પુર્વીય ગોળાર્ધના દેશો યુરોપ, એશિયા આફ્રિકા, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડમાં દેખાશે તેમાં પણ એશિયા, ઓસ્ટ્રેલીયા અને ઇડોનેશિયામાં લોકો સવારના સમયે ગ્રહણનો સૌથી મોટો નજારો જોઇ શકશે જયારે યુરોપ, આફીકામાં સાંજના સમયે જોવા મળશે.