ચારેય સોમવારે ધાન્યથી પૂજા કરવાથી જીવનમા શાંતિ અને પ્રગતી મળે
તા.29.7.ને શુક્રવારે શ્રાવણ માસનો પ્રારંભ થશે 29.7ને શુક્રવારે પુષ્પ નક્ષત્ર સવારે 9.47 સુધી છે. પુષ્ય નક્ષત્ર ધર્મ પુજા પાઠ માટે શુભ ગણવામાં આવે છે. આમ શ્રાવણ શુદ એકમના દિવસે પુષ્ય નક્ષત્ર હોતા આ વર્ષે શ્રાવણ માસ વધારે શુભ ગણાશે.પુરાણ પ્રમાણે તથા પંચાગ પ્રમાણે શ્રાવણ માસના ચારેય સોમવારે આ પ્રમાણે પુજા કરવાથી જીવનમા સુખ શાંતી મળશે. આ પુજાને શિવમુષ્ઠિ કહેવામાં આવે છે. શિવમુષ્ટિ એટલે તે ઉપરાંત શ્રાવણ માસ દરમ્યાન ધનપાટની માટે બીલીપત્રથી પુજા કરવી નવગ્રહ શાંતી માટે કાળાતલથી પુજા કરવી રાજયોગ માટે ઘી થી પુજા કરવીજીવનમાં તથા વાણીમાં મીઠાશ માટે સાકરવાળા જળથી પુજા કરવી. લાંબા આયુષ્ય માટે દુર્વાથી પુજા કરવી. રોગ મુકિત માટે દુધથી પુજા કરવી ઉતમ ગણાય છે.આ વર્ષે શ્રાવણ મહિનો પુરા 30 દિવસ નો છે. શ્રાવણ મહિનાની પુર્ણાહુતિ શ્રાવણ વદ અમાસને શનિવાર તા.27ના શનીવારી અમાસે થશે.
એક મુઠ્ઠી ધાન્ય શિવજી ઉપર ચડાવવું
તા.1.8 પહેલા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી ચોખા ચડાવા, તા.8.8 બીજા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી કાળા તલ ચડાવા, તા.15.8 ત્રીજા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી મગ ચડાવા, તા.22.8 ચોથા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી જવ ચડાવા. આમ ચારેય સોમવાર ધાન્યથી પુજા કરવાથી જીવનમાં શાંતી મળે છે. અને પ્રગતી થાય છે.
શ્રાવણ મહિનાના તહેવારોની યાદી
તા.29.7 શુક્રવાર શ્રાવણ માસનો પ્રારંભ, ફુલકાજળી તા.31.7 રવિવારે તથા વીરપસલી, રક્ષાબંધન તા.11.8 ગુરૂવારે, સ્વાતંત્ર્ય દિન તા.13.8 શનીવારે તથા બોળ ચોથ, નાગપાંચમ તા.16.8 રવિવારે, રાંધણ છઠ્ઠ તા.17.8 બુધવારે, શિતળાસાતમ તા.18.8 ગુરૂવારે, જન્માષ્ટમી તા.19.8 શુક્રવારે, ગુરૂપુષ્યામૃત યોગ તા.25.8 ગુરૂવારે, શનીવારી અમાસ તા.27.8 શનીવારે.