રાષ્ટ્રીય બાલિકા દિન
લોકસભાની ચૂંટણી આગામી એપ્રિલ-મે દરમિયાન યોજાય તેવી સંભાવનાઓને પગલે ગુજરાત સરકારે વોટ ઓન એકાઉન્ટને બદલે રાજ્ય સરકારનું વર્ષ 2024-25 માટેનું સંપૂર્ણ બજેટ રજૂ કરવાનું નક્કી કર્યું છે.
વિધાનસભા અને મહિલા તથા બાળ કલ્યાણ વિભાગ દ્વારા સંયુક્તપણે આયોજન: મહિલાઓની ભાગીદારી વધે, તેમનામાં જાગૃતતા આવે, લોકશાહીની સંસદીય પ્રણાલી વિધાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચે તે હેતુથી બાલિકાઓ માટે વિધાનસભાનું વિશેષ
જેના અનુસંધાને રાજ્યપાલ દ્વારા કરાયેલા આહ્વાનને પગલે 1લી, ફેબ્રુઆરી-2024થી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે અને બીજી ફેબ્રુઆરીએ સરકારનું બજેટ રજૂ કરાશે. 24 દિવસીય આ સત્રમાં બે દિવસ ડબલ બેઠક સાથે 26 દિવસ સુધી કામકાજ થશે.અધ્યક્ષ શંકર સિંહ ચૌધરીએ કહ્યું કે- 24 જાન્યુઆરીનાં રોજ બાલિકા દિવસની ઊજવણી ગુજરાત વિધાનસભાતેમજ રાજ્ય સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં ગૃહની અંદર જે રીતે વિધાનસભાની કાર્યવાહી ચાલતી હોય છે તેવી કાર્યવાહી બાલિકાઓ દ્વારા કરવામાં આવે અને સંચાલન પણ બાલિકાઓ દ્વારા કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
દરમિયાનમાં 24 જાન્યુ.એ રાષ્ટ્રીય બાલિકા દિન છે ત્યારે આ દિવસની ગુજરાત વિધાનસભા દ્વારા પણ ઉજવણી કરાશે. આ દિવસે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોની જેમ બાલિકાઓ ગૃહની કાર્યવાહી ચલાવશે.
આ કાર્યક્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જણાવ્યાનુસાર, રાજનીતિ ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધે, તેમનામાં જાગૃતતા આવે, લોકશાહીની સંસદીય પ્રણાલી વિધાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચે તે હેતુથી બાલિકાઓ માટે વિધાનસભાનું વિશેષ આયોજન કરાયું છે. સામાન્ય રીતે, વિધાનસભાનું સત્ર સોમથી શુક્રવાર સુધી ચાલે છે અને શનિ-રવિવારે રજા હોય, પરંતુ આ વખતે ફેબ્રુઆરીની પહેલીથી 29 તારીખ સુધીમાં આ સત્ર પૂરું કરવાનું હોવાથી શનિવારે ગૃહનું કામકાજ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.
વિધાનસભાના આ વખતની સત્રમાં 6ઠ્ઠી ફેબ્રુઆરી અને 9મી ફેબ્રુઆરીના બે દિવસ માટે ડબલ બેઠક યોજાશે. જેમાં 5મીએ રાજ્યપાલના ગૃહને સંબોધન બદલના આભાર પ્રસ્તાવ પરની ચર્ચા શરૂ થશે. જે બે દિવસ ચાલશે. 9મીથી 12મી સુધી રવિવારની રજાને બાદ કરતાં 2 દિવસ માટે આ ચર્ચા ચાલશે જ્યારે 12મી ફેબ્રુઆરીથી 27મી સુધી વિવિધ વિભાગોના બજેટ-માંગણીઓ પરની ચર્ચા થશે. 28મીએ ગૃહમાં વિનિયોગ વિધેયક પસાર કરાવાશે અને તેની સાથે જ રાજ્ય સરકારનું વર્ષ 2024-25 માટેનું વાર્ષિક બજેટ મંજૂર કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપશે હાજરી
બાલિકા દિનની ઉજવણીને લઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી માહિતી આપતાં કહ્યું કે – કાર્યક્રમનું ઉદ્ગાટન સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે જ્યારે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુમતિબેન બાબરિયા પણ હાજર રહેશે.