યુ – યુયુત્સવૃત્તિ , વા – વાત્સલ્ય , ન – નમ્રતા.

જે વ્યક્તિ સત્ય તેમજ યોગ્ય વાત માટે પોતાનો અવાજ ઉઠાવી સકે. બાળકો સાથે વાત્સલ્યભાવે વર્તી સકે અને વડીલો સાથે નમ્રતાથી વર્તતો હોય તે વ્યક્તિ એટલે યુવાન !

આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 1999 માં યુનાઇટેડ નેશન્સ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય યુવાદિન (International Youth Day) આખા વિશ્વમાં ૧૨ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. સૌ પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઇ. સ. ૨૦૦૦ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય યુવાદિનની ઉજવણીના આયોજનનો આરંભ કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય યુવા દિવસનો મુખ્ય હેતુ યુવાનોની આસપાસના સાંસ્કૃતિક અને કાનૂની પ્રશ્નો તરફ ધ્યાન આકર્ષિત કરવાનો છે.

આંતરરાષ્ટ્રીય યુવા દિવસ સરકારો અને અન્ય લોકો માટે વિશ્વવ્યાપી યુવા મુદ્દાઓ તરફ ધ્યાન દોરવાની તક છે. વિશ્વભરમાં ઘણી જગ્યાએ આ દિવસે , કોન્સર્ટ્સ, વર્કશોપ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાષ્ટ્રીય અને સ્થાનિક સરકારી અધિકારીઓ અને યુવા સંગઠનોને લગતી બેઠકો યોજાય છે.

આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પર યુવાનોને આકર્ષવા ઘણા સૂત્રો આપવામાં આવ્યા છે.


2014 માટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસનું સૂત્ર હતુ “યુવા અને માનસિક સ્વાસ્થ્ય”

2015માં સૂત્ર હતું “યુથ અને સિવિક એંગેજમેન્ટ.

2016 ના આંતરરાષ્ટ્રીય યુવા દિવસની થીમ હતી “2030 નો રસ્તો: ગરીબી દૂર કરવી અને ટકાઉ વપરાશ અને ઉત્પાદન પ્રાપ્ત કરવું.

2017ની થીમ હતી “યુથ બિલ્ડિંગ પીસ”.

2018ની થીમ હતી “યુવાનો માટે સલામત જગ્યા”.

2019ની થીમ છે “ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન”.

આજે આપણા યુવાધનની દિશા અને દશા બદલાઇ ચૂકી છે. જે સામાજ અને દેશ માટે ચિંતાનો વિષય છે. આજે આધુનિકતામાં અંધ બનેલો યુવાન દિશા ભટકી રહ્યો છે. આજનો  યુવાન પ્રાચીન આચાર-વિચારોનો ત્યાગ કરી આધુનિક દેખાવા પોતાની દિશા બદલી પોતાની જવાબદારીઓથી વિમુખ થઇ રહ્યો છે. પહેલા યુવાનોના હદયમાં મા-બાપનું આગવુ સ્થાન હતું અને મા-બાપની આજ્ઞા શિરોમાન્ય ગણાતી પરંતુ આજે વધતા જતા ધરડાધરોનું પ્રમાણ યુવાનોની બદલાતી  દિશાનો જીવતો-જાગતો પૂરાવો છે.

આધુનિક યુગમાં વિજ્ઞાનનાં નવાં આવિષ્કાર પામેલા ઉપકરણોના માધ્યમ થી પશ્વિમી સંસ્કૃતિમાં ઓતપ્રોત થયેલો ધણોખરો યુવાવર્ગ આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યો છે.અને સમાજમાં અવનવી મુશ્કેલીઓનું નિર્માણ કરી રહ્યો છે. આજે દેશની સાચી સંપતિ ગણાતું યુવાધન આઝાદ ભારતમાં વ્યસનોનું ગુલામ બની ગયું છે. શું આપણા સૌ માટે આ ચિંતાનો વિષય નથી?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.