ગણેશ ચર્તુથીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે દેશના કેટલાય ભાગોમાં તેની તૈયારીઓ પણ શ‚ થઇ ગઇ છે. પરંતુ મૈસૂરમાં આ તહેવારને મનાવવાની કોઇ ખાસ પ્રથા નથી. તો બીજી તરફ મૈસૂરના કેટલાક પરિવારોમાં પાછલી પાંચ પેઢીથી ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની જગ્યાએ તેમના વાહન મુષકની પુજા કરે છે.
– માન્યતા છે કે મૃષક ભગવાન ગણેશનું વાહન છે. મૈસુરમાં લગભગ ૨૫ પરિવારો પોતાના ઘરમાં-મુષકની મૂર્તિ લગાવીને તેની પૂજા કરે છે આ લોકોની આસ્થાને જોઇએ મૂર્તિકાર ભગવા ગણેશના વાહન મૂષકની મૂર્તિ બનાવે છે. કહેવાય છે કે પરિવાર આર્ય સમુદાય સાથે સંબંધ ધરાવે છે. આ પરિવાર મુળ‚પે દેવનાગરે જિલ્લાના રાજાના હાલીના રહેવાસી છે. પરંતુ હવે તેઓ મૈસુરમાં રહે છે.
પાંચે પેઢીથી ચાલતી પરંપરા….
– આ પરિવારમાંથી એક સદસ્ય રાજેન્દ્રએ જણાવ્યું કે અમારી પાંચ પેઢીઓથી અમે ભગવાન ગણેશના વાહન મુષકની પૂજા કરી રહ્યા છીએ.
તેમણે જણાવ્યું હતુ કે અમારી પાંચમી પેઢીમાં બાકીની જગ્યાઓની જેમ જ ગણેશ ભગવાનની પૂજા થતી હતી. પરંતુ તે છતા સુખ શાંતિ ન હોતી. એક દિવસે ભગવાન ગણેશે તેમના સપનામાં આવીને કહ્યુ કે માત્ર મારી પુજા કરવાથી કશુ જ નહિ થાય તમારે મારા વાહન મુષકની પણ પુજા કરવી પડશે. રાજેન્દ્ર પ્રસાદએ જણાવ્યું કે આ પછી અમારા પરિવારામાં ગણેશજી સાથે સાથે મુષકની પણ ધામધુમથી પુજા કરાય છે.
પ્રતિકરૂપે મુકાય છે ગણેશજીની મૂર્તિ
– શહેરની વચ્ચે કુમ્બરાગેરીમાં કેટલાય ગણેશ ચતુર્થીી પર મુષકની મુર્તિ બનાવીને વેચે છે.
– મુષકની પુજા કરતા સમયે પ્રતિકાત્મકરૂપે ગણેશની ચાંદીની મૂર્તિ રાખે છે.