આઠ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે રાજકીય અગ્રણીઓ સંતો મહંતોની ઉ૫સ્થિતિમાં ક્ધયાદાન સાથે રકતદાન કેમ્પનું પણ આયોજન સમગ્ર આયોજનને લઇ આયોજકો અબતકને આંગણે
રાજકોટ શહેરમાં છેલ્લા નવ વર્ષથી વરિયા વંશ પ્રજાપતિ સોશિયલ ગ્રુપ દ્વારા સમાજના નબળા પરિવારો માટે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ સોશિયલ ગ્રુપ નવામાં સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારના રોજ યોજાનાર છે. જે સમુહ લગ્નમાં આઠ દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે જેમને આશીવચન પાઠવવા સંતો મહંતો તથા રાજકીય અગ્રણીઓ અને સમાજના મોભીઓ ખાસ ઉપસ્થિત રહેશે.
રાજકોટમાં રહેતા વરિયા વંશ પ્રજાપતિ સમાજના યુવાનોઅ નવ વર્ષ પૂર્વે નબળા પરિવારો માટે મદદરુપ થવા માટે એક સોશ્યલ ગ્રુપની સ્થાપના ગ્રુપ થકી સૌ પ્રથમ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સમુહ લગ્નમાં એક સાથે ર૪ દિકરીઓએ ભાગ લેતા સોશિયલ ગ્રુપને બહોળી સફળતા મળી હતી ત્યારબાદ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજન દર વર્ષે કરવાનું નકકી કરાયું હતું. ત્યારે આજે સોશ્યલ ગ્રુપ દ્વારા નવમા સમુહલગ્ન યોજાઇ રહ્યા છે. મહાવદ ત્રીજને શુક્રવારના રોજ જીવરાજ પાર્ક પાસે રાજકોટ પબ્લિક સ્કુલની સામે આવેલા નવજીવન પાર્ટી પ્લોટમાં આ સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નવમા સમુહલગ્નમાં આઠ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડનાર છે તે સમયે સમાજના અગ્રણીઓ તથા મોભીઓએ બન્ને હાથે દાનની સરવાણી વહેવડાવી હતી જેના કારણે દીકરીઓને કરિયાવર ૧રપ થી વધુ હોય તો ભેટ આપવામાં આવનાર છે. આ દીકરીઓને આશીવર્ચન પાઠવવા હળવદ નકલંક ધામ થી મહંત શ્રી દલસુખ મહારાજ રાજકોટ સીતારામ આશ્રમ મહંત શ્રી ગાંડીયા બાપુ ખાસ ઉ૫સ્થિત રહેનાર છે સાથો સાથ સમાજના એક એક વ્યકિત પરિવાર સાથે ઉ૫સ્થિત રહી દિકરીઓને સાસરીયે વળાવશે.
આ સમુલ લગ્નની સાથો સાથ લગ્નમાં છેલ્લા નવ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે તેમાં પણ સમાજના યુવાઓ મુકત મને બ્લડ ડોનેશન કરી રહ્યા છે. આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે તે માટે ચેરમેન પ્રકાશભાઇ લાઠીયા, દર્શનભાઇ સુરાણી, બાબુભાઇ લાઠીયા, મહેશભા હરણેશા તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે આ સમગ્ર સમુહ લગ્નમાં એનાઉન્સર તરીકે યુનિવર્સલ સ્કુલના ડો. અરુણભાઇ સુરાણી કીરીટભાઇ સરધારા તથા ધર્મેશભાઇ હરણેશા સુરેશભાઇ મારડીયા સેવા આપી રહ્યા છે.
સોશ્યિલ ગ્રુપ દ્વારા લગ્નનીસાથો સાથ છેલ્લા આઠ વર્ષથી સમાજના તેજસ્વી છાત્રોને બિરદાવવા માટે વિઘાર્થી સન્માનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જે માટે સોશિયલ ગ્રુપની શિક્ષણ સમીતીના ચેરમેન અરુણભાઇ સુરાણી, ચિરાગભાઇ મોરીધરા વિશાલ ભાઇ વીસપરા, કલ્પેશભાઇ સરધારા હિતેશભાઇ લીંબાસીયા મૌલિકભાઇ સીતાપરા તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે આમ આ સમુલ લગ્નનેસફળ બનાવવા માટે સોશ્યલ ગ્રુપના પ્રમુખ જેન્તીભાઇ મોરીધરા મંત્રી પ્રવીણભાઇ સુરાણી, ઉપપ્રમુખ મગનભાઇ વિસપરા, શૈલેષભાઇ ટીંબલીયા ખજાનચી મહેન્દ્રભાઇ વરીયા, સહમંત્રી અતુલભાઇ સુરાણી, ટ્રસ્ટીઓ રમેશભાઇ લાઠીયા, મનસુખભાઇ લાઠીયા, હિરેનભાઇ મારડીયા, શૈલેષભાઇ જહેમત ઉઠાવી રહ્યા છે.