અનામતની માંગને લઇને શુક્રવારે ગુર્જર સમુદાયે ફરીથી પોતાનું આંદોલન શરૂ કર્યુ છે. આંદોલનકારી દિલ્હી-મુંબઇ રેલમાર્ગ પર બેસી ગયા છે, જેમાં 7 ટ્રેન રદ થઇ છે અને કુલ 21 ટ્રેનો પ્રભાવિત થઇ છે. ગુર્જર સમુદાય રાજસ્થાનમાં નોકરી અને એડમિશનમાં 5 ટકા અનામતની માગણી કરી રહ્યું છે.
સવાઇ માધોપુરના મકસુદનપુરામાં આંદોલનકારી રેલવે ટ્રેક પર બેસી ગયા છે.અને આંદોલનકરીઓએ કહું કે, જ્યારે દેશમાં સારા વડાપ્રધાન અને પ્રદેશમાં મુખ્યમંત્રી છે, તો તેઓને આગ્રહ છે કે, તેઓ ગુર્જર સમુદાયની માંગ સાંભળે કારણ કે, અનામત આપવી કોઇ મોટું કામ નથી.
Members of Gujjar community sitting on railway track in Maksudanpura of Sawai Madhopur in protest as part of reservation movement say “We have good CM&a good PM. We want that they listen to the demands of Gujjar community. It isn’t an uphill task for them to provide reservation.” pic.twitter.com/lM4TDF7WRh
— ANI (@ANI) February 9, 2019