આગામી શુક્રવારે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમીત શાહની અઘ્યક્ષતામાં ભાજપની પાર્લામેન્ટની મીટીંગ યોજાઇ રહી છે. આ મિટીંગમાં મિશન ૨૦૧૯ ઉ૫રાંત લોકસભા પુટા ચુંટણીમાં હારનો મુદ્દો પાત્ર ચર્ચાવાનો હોય તમામ મંત્રીઓને આ બેઠકમાં હાજર રહેવા ફરમાર કરવામાં આવ્યું છે.
નવી દિલ્હી ખાતે પંડીત દિનદયાલ માર્ગ પર ભારતીય જનતા પક્ષનો નવ નિર્મિત કાર્યાલયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અઘ્યક્ષ સ્થાને મળી રહેલી આ બેઠકમાં આગામી લોકસભા ચુંટણી અંગેની વ્યુહાત્મક ચર્ચાઓ ઉપરાંત મંત્રીઓને પ્રજાના કલ્યાણ અને વિકાસની યોજનાઓ વિશે અવગણ કરાવવામાં આવશે.વધુમાં આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહ ગોરખપુર અને કુલપુર લોકસભા પેટા ચુંટણીમાં ભાજપની હારના કારણો અંગે પણ વિચાર મંથન કરે તેવી શકયતા વચ્ચે આ બેઠક મેરેથોન બેઠક બની રહે તેવા સંકેતો સાંપડી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,