વિદેશમાં લોકો રૂપીયા ખર્ચી, “કાઉ હગ” પોઝિટિવ એનર્જી મેળવે છે, ગૌમાતાને ભેટવાથી કાઉ હગ કરવાથી માનસિક શાંતિ સ્વસ્થ્ય-પ્રશંસા વધે છે
વૈશ્વિક સ્તરે જન, જળ, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજન દ્વારા, સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ગિરીશભાઈ શાહનાં માર્ગદર્શન હેઠળ 14 ફ્રેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાએ ‘કાઉ હગ ડે’ ઉજવાશે. વૈજ્ઞાનિકોએ છેલ્લી શતાબ્દીમાં અનેક નવા નવા આવિષ્કારો કર્યા. વિકાસની અનેક નવી દિશાઓ ખોલી, પણ પછી તેના વિનાશક પરિણામોએ સમગ્ર માનવજાતને ખુબ જ પરેશાની કરી દીધી છે. તેનાથી વિશ્વની સમગ્ર માનવજાત ઉપર જે સંકટના વાદળો છવાયા છે, તેણે માનવ જાતના અસ્તિત્વ સામે ખતરો ઉભો કર્યો છે.
21 મી સદીમાં પર્યાવરણનો વિનાશ એ મોટી વિકરાળ સમસ્યા બની ગઈ છે ત્યારે ગૌ રક્ષા અને ગૌ સેવા એ મોટો પ્રશ્ન બન્યો છે. ગાય આરાધ્યની આરાધ્યા છે. ગૌમાતામાં સમગ્ર દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ સદગતી પ્રાપ્ત થાય છે. વિવિધ ધર્મનાં અનેક સંપ્રદાયોનો પ્રાણી માત્રની રક્ષા અને કલ્યાણનો ગૌરવશાળી વારસો ભારતમાં જોવા મળે છે. પ્રાણી માત્ર પરમેશ્વરની પ્રતિકૃતિ છે. તેમાંય ગૌમાતા સૌથી વધુ પૂજનીય આત્મા છે. ગાય વિશ્વમાતા છે. સર્વ સુખ પ્રદાયીની છે. ગૌ રક્ષા એ આપણો રાષ્ટ્ર ધર્મ છે. ગૌ સેવા આપણા જીવનમાં વણાયેલી છે. ગૌ સંસ્કૃતિ આપણા રાષ્ટ્રની આધારશીલા છે એટલે જ તો, ભારતવર્ષ ગૌ, ગંગા, ગીતા, ગાયત્રી અને ગોવિંદની સંસ્કૃતિનાં દેશ તરીકે પ્રખ્યાત છે.
પ્રાચીન કાળથી ગાયનો મહિમા અપરંપાર છે. કહેવાતું હતું કે આપણા દેશમાં ગાયના દુધની નદીઓ વહેતી હતી. ભારતીય સમાજમાં ગાયને માતા કહેવાય છે. ગૌધનથી મોટું કોઈ ધન નથી. ગાયથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થની સિદ્ધિ થાય છે. આજના અર્થપ્રધાન યુગમાં તો ગાય અત્યંત ઉપયોગી છે. ગો-પાલનથી ગાયનું દૂધ, ઘી અને છાણ વગેરેથી ધનની વૃદ્ધિ થાય છે. ગાયો પવિત્ર હોય છે, એના શરીરને સ્પર્શ કરનારી હવા પણ પવિત્ર હોય છે. ગાયનાં છાણ-મૂતર પણ પવિત્ર હોય છે.
વેલન્ટાઇન-ડે નિમીતે ‘વેલન્ટાઇન-ડે’ની અનોખી રીતે ઉજવણી ‘કાઉ હગ ડે’ તરીકે કરવી જોઈએ. પશ્ચિમનાં આંધળા અનુકરણમાં આપણે દેશની આર્ય સંસ્કૃતિને ભૂલીને વેલન્ટાઇન-ડે જેવા ગતકડાઓમાં ફસાઈ, આપણું સ્વત્વ ગુમાવી રહ્યા છીએ. જ્યારે એનાથી ઉલટું યુરોપ/અમેરિકામાં લોકો ‘ગાય’માંથી પોઝીટીવ એનર્જી મેળવવા માટે ઈજ્ઞૂ ઇીંલ માટે લોકો રૂપિયા 5200/- જેટલી ફી ચુકવે છે. તેઓ ‘કાઉ હગ’ દ્વારા રીચાર્જ થવા માટે એટલાં ફાફા મારે છે જયારે આપણી પાસે તો આર્ય સંસ્કૃતિની ધરોહર સમી ગીર ગાય છે કે જે કોરોનાનાં સંકટકાળમાં પણ સંકટ મોચક ઔષધ સાબિત થઈ છે. પશ્ચિમી સંસ્કૃતિનાં આંધળા વહેણમાં ફસાતી આપણી ભાવી પેઢીના યુવાનોને ગૌ-સંસ્કૃતિ તરફ વાળવા અને ગાયના ઔષધિય લાભો તરફ પ્રેરીત કરવાનાં ઉમદા આશય સાથે ‘વેલન્ટાઇન-ડે’ ને કાઉ હગીંગ ડેનાં અનોખા ક્ધસેપ્ટ સાથે ઉજવવામાં આવી રહ્યું છે. જેમાં ગૌમાતાનું મહત્વ સમજાવવામાં આવશે.
આર્ય વિઘા મંદિર, મુંજકા તેમજુ હિંદુ ધર્માચાર્ય સભાના આંતરરાષ્ટ્રીય સંયોજક સરસ્વતીજીએ પણ આ પ્રસંગે ગૌ મહિમાનુ વર્ણન કર્યુ હતું. તેમણે જણાવ્યું કે, તમે એકવાર કાઉ હગ કરી જુઓ પછી તમને અનુભવ થશે કે કેવી અદ્રુત શાંતિ પ્રાપ્ત થાય છે. તેમણે સૌને અપીલ કરી હતી. કે ગૌમાતાનું માત્ર ધાર્મિક રીતે નહિ પરંતુ વૈજ્ઞાનિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ઔષધિક મહત્વ પણ આપણે સૌ એ સમજવું જોઇએ.
સમસ્ત મહાજન દ્વારા સમગ્ર દેશની વિવિધ ગૌશાળાઓ, પાંજરાપોળો તેમજ જાહેર સ્થળોએ વિવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓનાં સહકારથી ગૌ વંદના નું આયોજન કરવામાં આવશે. જેમાં સેંકડો ગૌ પ્રેમીઓ ‘કાઉ હગ ડે’ ઉજવશે. સમગ્ર ભારતમાં ‘કાઉ હગ ડે’ ધામધૂમથી ઉજવાશે. ભારત સરકારનાં પૂર્વ કેન્દ્રિય મંત્રી, પૂર્વ સાંસદ, રાષ્ટ્રીય કામધેનું આયોગનાં પૂર્વ અધ્યક્ષ અને ગ્લોબલ ક્ધફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીસ (જીસીસીઆઈ) નાં સ્થાપક ડો. વલ્લભભાઈ કથીરિયાનો પણ રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રકારનાં કાર્યોમાં સતત માર્ગદર્શન મળી રહ્યું છે. ભારતની અનેક ગૌશાળાઓમાં ગૌવંદનાનાં કાર્યક્રમો મોટા પાયે ઉજવાશે. ‘કાઉ હગ ડે’ની વિશેષ માહિતી માટે મિત્તલ ખેતાણી (મો. 98242 21999) અને રમેશભાઈ ઠક્કર (મો. 99099 71116) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.