Abtak Media Google News

સ્પે. હેડીંગવાળા કાર્ડસ, સિરામીક મગ, પેન સ્ટેન્ડ, પીલો, વોલેટ, પેન વી, કોમ્બોસેટ શોપીસ, રીસ્ટ વોચ, ઘડીયાળ જેવી સંખ્યાબંધ ગીફટની શ્રેણી

ફાધર્સ ડે અર્થાત આપણા અસ્તિત્વનો આદર ડે. સંતાનો આ દિવસે પોતાના પ્રાણદાતા પિતા પ્રત્યે લાગણી વ્યકત કરવા અનેક અનુસંધાનો શોધે છે. આ દિવસે પિતાને મનગમતી સરપ્રાઇઝ ગીફ્ટ તથા કાર્ડસ આપી ખુશી બમણી કરી દે છે, જૂનના ત્રીજા રવિવારે વિશ્વના 111થી વધુ દેશોમાં ઉજવાતો દિવસ

પપ્પા, પિતા, બાપુજીનો પ્રેમ અપાર હોય છે પરંતુ તે વ્યક્ત થતો નથી, રાત-દિવસ સંતાનોને ઉછેરવા જાત ઘસી નાંખતા પિતાના પ્રેમને ખાસ કરીને સંતાનો યુવાવયના થાય ત્યારે જાણવો, સમજવો પડે છે પરંતુ મોટાભાગે યુવાનોને તે પિતા થયા પછી અને સંતાનો મોટા થયા પછી સમજાય છે જ્યારે પિતા હોય પણ ખરા અને ન પણ હોય. રવિવાર નો દિવસ પપ્પાના પરિવાર પ્રેમને ઓળખી કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનો, ડેડીને થેન્ક્સ કહેવાનો દિવસ ઉજવાશે, અમેરિકામાં આ દિવસ ઉજવવાની શરૂઆત 1910માં એક દીકરીએ શરૂ કરી હતી. પિતાએ સંતાનોને ઉર્ષ્યા તેને સ્મરિને સોનારા સ્માર્ટ ડોડ નામની પુત્રીએ તેની ઉજવણી શરૂ કરી તો અમેરિકાના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને પણ આ દિવસ ઉજવવાનું શરૂ કર્યાનું કહેવાય છે. મધર્સ ડે પછી ફાધર્સ ડે આવ્યો છે, આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવણી વર્ષો પહેલા શરૂ થઈ પણ ભારતમાં તો હજારો વર્ષથી પિતા પ્રત્યે પુત્રના પ્રેમની પરંપરા રહી છે.

તા.18 જુન ને રવિવારના રોજ વિશ્વભરમાં ફાધર્સ ડેની ઉજવણી થાશે. ડો.યાજ્ઞીક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસ યુસુફ અલીભાઇ તથા હસનેનભાઇ તેમજ કાલાવડ રોડ, પ્રેમ મંદિર રોડ, ગાર્ડન સામે આવેલ જોહર ગેલેરી જોહરભાઇએ ફાધર ડેની ગીફ્ટ અને કાર્ડસ અંગે જણાવ્યું કે ફાધર્સને ગીફટ આપવા માટે નાઇસ ફાધર, યોર લવ ફાધર ઈઝ ગોડ ગીફ્ટ, યુ આર એમેજીંગ ફાધર, વગેરે હેડીંગવાળા સ્પે.લખાણવાળા કાર્ડસ આવેલ છે. આ ઉપરાંત સેસ જેમાં બેસ્ટ ડેડી ઇન ધ વર્લ્ડ, સુપર ડેડ, માય ધ ડેડ માય એ.ટી.એમ., ફાધરના કેપ્શનવાળા સિરામિક વાળા મગ જેમાં અલગ અલગ લખાણવાળી, પેન સ્ટેન્ડ, પીલો, વોલેટ, કમર બેલ્ટ, પરફ્યુમ, નામવાળા વેલેટ કીચેઇન, પેન વી, કોમ્બોસેટ, શોપીસ, રીસ્ટ વોચ, ચોકલેટ બુકે, ડાયરી, ફાધરના કોટેશનવાળી ફ્રેમ, ડેડ, ફાધર, પપ્પા લખેલ કીચેઇન, પોકેટ ધડીયાલ, પપ્પાને આપવા માટે સ્પે.લખાણવાળી સંખ્યાબંધ ગીફ્ટ આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.