શાદી ડોટ કોમમાં કરેલા પ્રોફાઈલના આધારે ઝડપાયો: સિકયુરીટી અધિકારી તરીકે નોકરી કરે

મોટી ખાવડી નજીક રિલાયન્સ કંપનીમાં સિકયુરિટી અધિકારી તરીકે ફરજ બજાવતો હરિયાણાનો શખ્સ નકલી આર્મી મેજર બની છોકરીઓને છેતરવાના પ્રયાસમાં ઝડપાયો હતો. મોટી ખાવડી નજીક રિલાયન્સ કંપનીમાં સિકયુરિટી અધિકારી તરીકે ફરજ બજાવતા મુળ હરિયાણાના હિસારના વતની વિકાસ વિજય સાંગવાન નામના શખ્સે પોતે આર્મીમાં ફરજ બજાવી ન હોવા છતાં આર્મીના મેજરનો ડ્રેસ પહેરીને શર્ટમાં આર્મી ચીફનું બોગસ પ્રમાણપત્ર પણ ધારણ કરી લીધું હોવાનું બહાર આવ્યું હતું.

આ મામલે વિસ્તૃત તપાસણી દરમિયાન આ સિકયુરિટી અધિકારી આર્મીનો મેજર ન હોવાનું ખુલ્યું હતું. જેથી ભુજ ખાતે આર્મી કેન્ટના અધિકારી મુળ રાજેશકુમાર સનાભાઈ રાઠોડની ફરિયાદના આધારે મેઘપર પોલીસે નકલી વર્દી શર્ટ ધારણ કરનારા સિકયુરિટી અધિકારી વિકાસ વિજય સાંગવાન સામે ગુનો નોંધી સમગ્ર પ્રકરણની એસઓજી પોલીસેજીણવટભરી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.