આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે જ્યારે આ કોરોનાની મહામારી ચાલી રહી છે તો દરેક બાળક ઘરે ત્યારે હવે કંટાળી ગયા છે, તો આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે બાળકને પર્યાવરણને લગતી એક મસ્ત પ્રવૃતિ કરાવડાવો જેનાથી તે પણ પોતાના રૂમને સજાવી શકશે. સાથે ઘરે પડેલી અનેક નકામી વસ્તુથી બની શકશે કઈક આવું મસ્ત આજના દિવસે.
આ પ્રવૃતિ બનાવા માટે જરૂરી સામગ્રી :-
- જૂની કાગળની નકામી ડિશો
- ૧૫-૨૦ નાના-મોટા પાન
- રંગો
- કાતર
- ગ્લુ
- ઉનનો દોરો
- ૪-૫ કોરા કાગળ
આ પ્રવૃતિ કરવાની રીત :-
- સૌ પ્રથમ ડિશ પર પૃથ્વીનો મસ્ત એક ચિત્ર તમારા બાળક પાસે દોરાવડાવો પેન્સિલથી.
- તમારા બાળકને કહો કે તે આજુ-બાજુથી પાંદડા ભેગા કરવાનું કહો અને તેના પર અલગ રીતે રંગો અને જો ઘરમાં સ્પાર્કલ હાજર હોય તો તેનાથી તેને સજાવો અને તેને સુકવવા દયો.
- આ પાંદડા સુકાય ગયા બાદ આ પૃથ્વીના ચિત્ર પર તે કાગળની પ્લેટ પર ભેગા કરેલા પાંદડા લગાવો ગ્લુ સાથે. તેને સુકાવવા મૂકવા દયો.
- આટલું થયા બાદ બીજા સાદા કાગળ લ્યો તેને કાતર વળે નાના કટકા કરી તેને ગમતા રંગ તેને કરવા દો સાથે તેના પર નાના સારા વિચાર કે શબ્દો તેને પ્રકૃતિ પ્રમાણે લખાવો.
- આ બધું થયા બાદ તે કાગળની ડિશ પર પંચથી ઉપર અને નીચે બે ખૂણા પર પંચ વળે કાળા પાડો. સાથે પહેલા બનાવેલા આ નાના સરસ જે તેને પહેલા તે કટકા પર કાળા પાડો અને તેમાં ઉનના દોરા વળે આ બધાને જોડો.
- આ બધું થયા બાદ તૈયાર પ્રકૃતિ દિવસ નિમિતે એક ખૂબ સુંદર ઝૂમર. જેને તમારા બાળકને પણ બનાવવાની મજા આવશે. તે પણ તેના બધા મિત્રોને અવશ્ય બતાવશે.
તો જો તમારો બાળક પણ આવું કઈક બનાવે તો તેના ફોટો સાથે નીચે કોમેન્ટમાં જણાવજો અને કહેજો આ પ્રવૃતિ તેને કેવી લાગી.