શસ્ત્રપુજન માતાજીની સાધનાની આદીકાળની પરંપરા રાજપુત સમાજની ઓળખ છે: ‘અબતક’ની મુલાકાતે આગેવાનોે
રાજકોટ સહીત રાજયભરમાં નવરાત્રિના ધર્મમય માહોલ બાદ વિજય દશમ ની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. સમસ્ત ખવાસ રાજપુત સમાજ દ્વારા દશેરાએ શસ્ત્રપુજન સાથે ભાઇઓના રાસોત્સવની બેવડી ઉજવણીનું આયોજન કરાયું છે. ‘અબતક’ ની મુલાકાતે આવેલા આગેવાનોએ વિગતો આપણા જણાવેલ છે. રાજપુત સમાજ રાજધર્મ નિભાવી તેની રખાવટ માટે બલીદાન નરબંકા વડવાઓના ઇતિહાસ અડીખમ ઉભા છે.
ત્યારે સમસ્ત ખવાસ રાજપુત સમાજની અસ્મિતા, સંસ્કૃતિ અને સ્વાભિમાનની જાણવણી માટઢ વિજયાદશમીના પાવન પર્વ પર દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સમસ્ત ખવાસ રજપુત સમાજ રાજકોટ દ્વારા શાસ્ત્રોક વિધિવત શસ્ત્ર પુજન તથા ભાઇઓ માટે ભવ્ય દાંડીયારાસનું આયોજન કરવામાં આવેલ છે. આયોજકને સફળ બનાવવા માટે કાનાભાઇ ચૌહાણ, મોનાલીબેન ચૌહાણ, અરવિંદભાઇ વાઘેલા, નરેન્દ્રભાઇ ચૌહાણ, સાવનભાઇ રાઠોડ, રાજભાઇ સોઢા, પ્રિયાંકભાઇ ચૌહાણ, ખિલનભાઇ ભટ્ટી, સત્યજીતભાઇ પરમાર, ગૌરવભાઇ ગોહિલ, અશ્ર્વિનભાઇ ચૌહાણ, રતનભાઇ રાઠોડ, મહેન્દ્રભાઇ ઝાલા (યશ ટ્રેડર્સ) સુરેશભાઇ ચૌહાણ, ચેતનભાઇ સોલંકી, નિરવભાઇ ચૌહાણ, બલવીરભાઇ પરમાર, હિતેશભાઇ હાપા, મહેન્દ્રભાઇ ચૌહાણ પીન્ટુભાઇ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.