ભારત ના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ 15 ડિસેમ્બર શનિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની એક દિવસીય મુલાકાતે આવશેલોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પુણ્ય તિથિ 15 ડિસેમ્બરે તેમને આદરાંજલી પાઠવવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર માં વોલ ઓફ યુનિટી નજીક આયોજિત પ્રાર્થના સભા માં રાષ્ટ્રપતિ શ્રી ઉપસ્થિત રહેશે.
તેઓ 15 મી ડિસેમ્બરે સવારે 10.30 વાગ્યે કેવડિયા પહોંચશે અને વેલી ઓફ ફ્લાવર જઇ ને સરદાર સાહેની સ્મૃતિ માં વૃક્ષારોપણ કરશે શ્રી રામનાથ કોવિંદજી પ્રાર્થના સભા બાદ સરદાર સાહેબ ની વિશ્વની વિરાટતમ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના છે.
તેઓ સરદાર સાહેબ ના જીવન કવન ને પ્રસ્તુત કરતા મ્યુઝિયમ અને પ્રદર્શની નિહાળી ને 182 મિટર ઊંચી પ્રતિમા ની 132 મીટર ઊંચાઈ એ આવેલી વ્યૂઇંગ ગેલેરી પર જઇ ને સરદાર સરોવર બન્ધ સહિત કેવડિયા નો આહલાદક નજારો માણશે.
રાષ્ટ્રપતિ શ્રી દેશભરના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે રેલ્વે માર્ગે પણ આવી શકે તે હેતુ સર ગુજરાત સરકાર અને પશ્ચિમ રેલવે દ્વારા કેવડિયામાં અંદાજે 20 કરોડ ના ખર્ચેં નિર્માણ થનારા અત્યાધુનિક રેલવે સ્ટેશન નો શિલાન્યાસ પણ શનિવારે 15 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે કરશે અને જન સભા ને સંબોધન કરશે.
રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલ આ વેળા એ રાષ્ટ્રપતિશ્રી સાથે જોડાવાના છે. રાષ્ટ્રપતિશ્રી શનિવારે બપોરે 2.30 કલાકે કેવડીયાથી વડોદરા પહોંચીને વાયુ દળ ના ખાસ વિમાન મારફતે નવી દિલ્હી જવા રવાના થશે
ભારત ના રાષ્ટ્રપતિશ્રી ની સ્ટેચ્યુ ઓફ યુનિટી ની 15 ડિસેમ્બરે મુલાકાત ને અનુલક્ષી ને સુરક્ષા સલામતી ના કારણોસર શનિવારે 15 ડિસેમ્બરે સવારે 10 થી 12 વાગ્યા દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અન્ય મુલાકાતીઓ માટે બન્ધ રાખવા માં આવશે તેની પણ સૌ ને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે
15 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ લેશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત
Previous Articleક્રિસમસ પાર્ટી માટે આ જગ્યાઓ છે બેસ્ટ…
Next Article વિધાયકની બેઠકમાં લેવાશે CM બનવાનો નિર્ણય – કમલનાથ