સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા અયોગ્ય કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર એક યાદીમાં જણાવે છે કે, આગામી ૧ ડિસેમ્બરના રોજ “વિશ્વ એઇડ્સ દિન” છે. એઇડ્સ અંગે જાગૃતતા આવે તે માટે ૧ ડીસેમ્બર ૨૦૧૮ના રોજ રાજકોટ મહાનગરપાલિકા એઇડ્સ પ્રિવેન્શન ક્લબ તથા રાષ્ટ્રીય એવા યુનીટ કણસાગરા કોલેજના સંયુક્ત ઉપક્રમે “એઇડ્સ જન જાગૃતિ રેલી”નું આયોજન કરવમાં આવેલ છે, આ રેલીનું ઉદઘાટન અનુસૂચિત જાતિ મોરચાના માન. રાષ્ટ્રીય મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના વરદ્ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમ માન. મેયર શ્રી બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાશે.
આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, ડે.મેયર અશ્વિનભાઈ મોલિયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિરોધ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર વિગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
વધુમાં આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે, તા.૨૯/૧૧/૨૦૧૮ થી તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીમાં આ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાશે. જેની વિગર આ સાથે સામેલ રાખી મોકલાવેલ છે.