મેલુ કાઢવાના બહાને કુકર્મ કર્યું:પોલીસ દ્વારા આરોપીને ગણતરીની કલાકમાં પકડી પડાયો
ભાટીયા થી આઠ કિલોમીટર ભાટવાડિયા ગામે બનેલ ઘૃણાસ્પદ આ બનાવે હાલ ભારે ઊહાપો બોલાવ્યો છે ત્યારે પોલીસ ની કામગીરી પણ સરાહનીય છે ને ચોવીસ કલાક ની અંદર આરોપી ને પકડી કાયદાનું ભાન કરાવેલ હતું.
બનવાની વિગત એવી છે કે જામ કલ્યાણપુર તાલુકા ના ભાટવાડિયા ગામે ભોગ બનેલ બાળકી છેલ્લા ઘણા સમય થી બેચેન રહેતી તેમજ સ્વસ્થ સારું ના રહેતા તે જ ગામ મા રહેતો ને મામાદેવ ના ભુવા તરીકે ઓળખાતો ભરત કરશન સોનગરા ઉ.વ.૨૨ વાળા પાસે તા.૧૫ ના રાત્રીના સમયે ભોગ બનનાર ના કુટુંબી જનો ભાટવાડિયા ગામ માં આવેલ મામા દેવ ના મંદિરે લઇ ગયેલ ત્યારે આરોપી થોડીવાર પોતાના ધતિંગ કરી ને બાળકી ના કુટુંબી જનો ને કહેલ કે વિધિ ખેતર મા કરવાની છે ને તમારે અહી રોકાવાનું ત્યારે કુટુંબીજનો એ પણ સાથે આવાની વાત રાખતા મામાદેવ અન્ય લોકો ને આવવાની રજા નથી આપતા તેમ વાત કરતા અંધશ્રદ્ધા મા માનતા લોકોએ પોતાની બાળકી ને વિધિ કરવા પાપી ભરત સાથે જવા દીધેલ હતી.ખેતર માં પહોચી ભરત દ્વારા બાળકી ને શરીરે ભભૂત ચોપડવાના બહાને કપડા ઉતારવા નું કહેલ જે નો વિરોધ કરતા મામાદેવ નારાજ થશે તેમ ડર નો ડોઝ આપતા બાળકી ગભરાઈ ને કપડા ઉતરતા ભરત દ્વારા બળજબરી થી બાળકી સાથે કુકર્મ આચરેલ હતું.
ત્યાર બાદ ભરતે ફરી ડર નો ડોઝ આપી કોઈ ને કહીસ તો મામાદેવ કોપાઈમાન થશે ને તારા પરિવાર ઉપર કોપ ઉતારશે તેવું જણાવેલ કુકર્મ કર્યા બાદ ભરત તે બાળકી ને તેઓ ના કુટુંબીજનો સોપી ટૂંક સમય માં બધું સારું થઇ જશે તેવું જણાવેલ ,આ બનાવ બન્યા બાદ થી બાળકી ગુમસુમ રહેવા લગતા આખરે બે દિવસ બાદ ભરતે તેની સાથે થયેલ બનાવ ની જાણ કુટુંબીજનો ને કહેલ
આ બનાવ અંગે કુટુબીજ નો એ જામ કલ્યાણપુર પોલીસ સ્ટેસન માં તા.૧૭ ના રોજ ફરિયાદ નોંધાવેલ ને પોલીસ દ્વારા ૩૭૬ તેમજ પોસ્કો ની કલમ ઉમેરી ફરિયાદી ને પકડવા ચક્રો ગતિમાન કર્ય હતાત્યારે આજ સાંજ ના સુમારે બાતમી ના આધારે ભાટીયા હાઇવે પર થી પસાર થતા આરોપી ભરત ને પકડી પાડવામાં આવેલ
આ કેશ ની તપાસ પી.આઈ.દેકાવાડીયા તેમજ જામ કલ્યાણપુર પોલીસ ના પી.એસ.આઈ ઓડેદરા તેમજ ભાટીયા ઓ.પી ના પી.એસ. આઈ ઠાકરિયા મેમ તેમજ સ્ટાફ ના શ્યામભાઈ, ભરતસિંહ, નરસીભાઈ, અરજનભાઈ ચંદ્રવડીયા, અરજનભાઈ મારુ, કેશુરભાઈ, કાનભાઈ, નાગાભાઈ, કરશનભાઇ, હરદાસભાઈ, સુમતભાઈ, વીંજાભાઈ, સહીતના પોલીસ ની જહેમત રંગ લાવેલ પોલીસ દ્વારા ભરત ને પકડી પોલીસે કાયદાનું ભાન કરાવેલ હતું.