કોરોના કાળમાં જીવનના અનેક પાસાઓ આપણને જોવા મળ્યા છે. કેટલાય લોકોએ પોતાના સ્નેહીજનો ગુમાવ્યા છે, કેટલાય બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે. આવા કપરા સમયમાં આવા બાળકોને સહાય અર્થે સરકાર દ્વારા આર્થિક સહાયનો મહત્વપૂર્ણ નિર્ણ્ય લેવાયો છે. તો ઘણી શાળા-કોલેજો દ્વારા પણ વિધાર્થીઓને સહાય માટે રાહતભર્યા નિર્ણયો લેવાયા છે.
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરની વિભ્ન્ન શાળા-કોલેજો દ્વારા વિધાર્થીઓ માટે ફી માફીની જાહેરાત કરાઇ છે ત્યારે આવો માનવતાવાદી નિર્ણય કચ્છ યુનિવર્સીટી દ્વારા પણ લેવામાં આવ્યો છે. જે અંતર્ગત કોરોના કાળ દરમિયાન જે બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેવા બાળકોની ફી કચ્છ યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણપણે ભરવામાં આવશે.
ફીનો ખર્ચ વિધાર્થીઓ કે તેમના વાલીજનો પર પડશે નહીં. આવા વિદ્યાર્થીઓની માહિતી આજે કચ્છ યુનિવર્સીટી દ્વારા કોલેજો પાસેથી ગાવવવામાં આવી હતી.