- જેન્ટલમેનની રમત બની ‘પ્રોફેશનલ ’ ?
- સિલેકટર અજીત અગરકર આજે કોહલીને ફોન કરે તેવી શક્યતા : કે.એલ. રાહુલ અને જાડેજાની વાપસી ટીમને ફાયદો કરાવશે
હાલ ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીના બે મેચ પૂર્ણ થઈ ચૂક્યા છે જેમાં બંને ટીમોએ એક એક મેચ જીત્યો છે. તું ખરી વાસ્તવિકતા તો એ છે કે હાલ વિરાટ કોહલીએ બીજીવાર બાપ બનવાના કારણે પ્રથમ બે ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય લીધો હતો અને હવે તે બાકી રહેતા ત્રણ ટેસ્ટ મેચમાં પણ નહીં રમે તેવી વાત કરી છે જે ખરા અર્થમાં ક્રિકેટ ઇન્ડિયા માટે ખૂબ દુ:ખની વાત છે. એક તરફ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર કે જેને ક્રિકેટનો ભગવાન માનવામાં આવે છે તે પણ તેમના પિતાના મૃત્યુ સમયે ક્રિકેટ રમી તેમને સદી સમર્પિત કરી હતી. આ વાત પાછળનું મુખ્ય કારણ એ જ છે કે દરેક ખેલાડીમાં દેશ દાજ અને દેશભાવના હોવી જોઈએ. પહેલા ક્રિકેટ રમતને જેન્ટલમેન ગેમ કહેવામાં આવતી હતી પરંતુ હવે આ રમત સંપૂર્ણ પ્રોફેશનલ બની ચૂકી છે અને અહીં ખેલાડીઓ માત્ર પૈસા અને કીર્તિ માટે જ રમે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમના માટે સર્વ પ્રથમ દેશ હોવો જોઈએ.
બોલીને વિરાટ બનાવવામાં ભારતીય ક્રિકેટ પ્રેમીઓનો સૌથી મોટો હાથ છે અને તે દેશનું પ્રતિનિધિત્વ કરતો હોવાથી તેને દેશદાજ હોવી ખૂબ જરૂરી છે હા બીજી વાર બાપ બની રહ્યા છે તે વાત સારી અને સાચી છે પરંતુ તેના માટે ટીમ સાથે ન જોડાવું અને આટલી બધી રજા લેવી તે ટીમનું મોરલ ઘટાડે છે. કે કોઈપણ રમતમાં હાર જીત ગૌણ હોય છે પરંતુ દેશ-દાજ હોવી દરેક ખેલાડીઓમાં અતિ આવશ્યક છે.
કોહલી બાકી રહેતા ત્રણ ટેસ્ટ મેચમાં નહીં રમે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે જે ખરા અર્થમાં યોગ્ય નથી કારણ કે હવે વિરાટ કોહલી જેન્ટલમેન ગેમ માટે નહીં પરંતુ પ્રોફેશનલ ગેમ ને આધીન થઈ રમે છે. એવી વાત પણ સામે આવી છે કે ચીફ સિલેક્ટર અજીત અગર કર આજે વિરાટ કોહલીને ફોન કરશે અને એ મર્મ પણ ચર્ચા રહ્યો છે કે આ ફોન એ બાબતનો જ હશે કે તે આ રીતે ટેસ્ટ મેચ માંથી રજા ન લે કારણકે તેના ઉપર ટીમની મોટી જવાબદારી છે. સમયમાં આટલા બધા ક્રિકેટ મેચ ન હોવાના કારણે ખેલાડીઓમાં એ વાતનો ઉત્સાહ હતો કે તેઓ વધુને વધુ ક્રિકેટ રમે અને તેઓને તક મળે પરંતુ હવે ક્રિકેટ ફોર્મેટ બદલાઈ જતા ખેલાડીઓમાં માત્ર પૈસા અને કીર્તિ કમાવવાની જ હોડ જામી છે નહીં કે દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના. વિરાટ કોહલી દ્વારા લેવામાં આવેલો નિર્ણય કદાચ એ વાત પણ સૂચવે છે કે ક્રિકેટનો અત્યારે ખરા અર્થમાં તેને અસર કરી રહ્યો છે હવે આઇપીએલ પણ શરૂ થવાનો છે ત્યારે પણ તે બેંગ્લોર ટીમનું પ્રતિનિધિત્વ કરશે.