- આ હુમલાથી શહેરમાં 3900 ડીગ્રી તાપમાન ગરમી અને 1005 કિ.મી. પ્રતિ કલાકની રફ્તાર વાળી આંધી આવી હતી!!
- બે પરમાણું બોંબ ધડાકામાં 6.4 કિલોગ્રામ પ્લુટોનિયમ વપરાયું હતું: બે લાખથી વધુ લોકો મૃત્યું પામ્યા હતા
આજનો દિવસ એટલે 9 ઓગસ્ટ 1945માં જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી શહેર ઉપર અમેરિકાએ કરેલ પરમાણું બોંબ હુમલાનો દિવસ. પ્રથમ હુમલા બાદ માત્ર ત્રણ દિવસ બાદ કરાયેલા હુમલામાં કુલ બે લાખથી વધુ લોકો મૃત્યું પામ્યા હતા. આ હુમલાને કારણે બન્ને શહેરોમાં કશુ જ બચ્યું ન હતું. બોંબ ધડાકામાં વપરાયેલ પ્લૂટો નિયમને કારણે આ શહેરોમાં હજી ખોડખાપણવાળા બાળકો જન્મે છે.
ભયાનકતા એટલી ભયંકર હતી કે જો જાપાને 14 ઓગસ્ટે હાર ન સ્વીકાર હોત તો અમેરીકા 19 ઓગસ્ટે દૂરી હુમલો કરવાનું હતું. બન્ને ધડાકામાં અમેરિકાએ 6.4 કિલોગ્રામના પ્લૂટોનિયમ બોંબનો ઉપયોગ કર્યો હતો.
આ પરમાણું બોંબ ધડાકાની યોજનામાં પહેલા જાપાનના કોકુરા શહેરને નિશાન બનાવવાનું હતું પણ વાદળો અને ધુમાડાના કારણે પાયલટ નિશાન ચુકી ગયો હતો, તેણે બોંબ ફેંકવાની ત્રણવાર કોશીશ કરી હતી પણ સફળતા મળી ન હતી. છેલ્લે બીજા લક્ષ્ય નાગાસાકી તરફ એટેક કર્યો હતો.
આ પરમાણું બોંબની અસરને કારણે વાતાવરણમાં 3900 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગર્મી અને કલાકે 1005 કિમીની ઝડપે બન્ને શહેરોમાં ભયાનક આંધી આવી હતી જેને કારણે પણ હજારો લોકો મૃત્યું પામ્યા હતા. પ્રથમ હિરોશિમા શહેર ઉપર અને તેના ત્રણ દિવસ બાદ જાપાનના જ શહેર નાગાસાકી શહેર ઉપર બોંબમારો થયો હતો, જેમાં પહેલા ધડાકામાં 70 હજાર સાથે બન્ને બોંબ બ્લાસ્ટમાં બે લાખથી વધુ લોકો મૃત્યું પામ્યા હતા.
આવી ભયંકર સ્થિતી બાદ જાપાન આજે 77 વર્ષે દુનિયામાં તમામ સ્તરે ટોચ ઉપર છે, જેનો યશ જાપાની પ્રજાને આપવો જ પડે છે. દરેક નાગરીકે પોતાના દેશને બેઠો કરવા તનતોડ મહેનત કરીને સમગ્ર વિશ્ર્વનો શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલ છે.
જાપાનના 67 શહેરો ઉપર સતત છ મહિના સુધી અગન ગોળાનો વરસાદ !!
1945માં બીજા વિશ્ર્વ યુધ્ધના અંતિમ તબક્કા દરમ્યાન અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી શહેરો ઉપર બે અણુ બોમ્બ ફેકાયા હતા. જાપાનનાં કુલ 67 શહેરો ઉપર સતત છ મહિનાઓ સુધી સતત અગન ગોળાઓનો વરસાદ કર્યો હતો. હિરોશિમામાં 90 હજારથી દોઢ લાખ અને નાગાસાકીમાં 60 હજારથી 80 હજાર લોકો મૃત્યું પામ્યા હતા. ભયાનકતાઓમાં 60 ટકા લોકો કાટમાળ નીચે દટાઇ જવાથી અને 10 ટકા લોકો અન્ય કારણોથી મર્યા હતા. બોમ્બ બ્લાસ્ટ બાદ કિરણોત્સર્ગથી પ્રેરિત માંદગીને કારણે પણ મૃત્યું પામતા હતા. 4650 કિલો વજન ધરાવતો અણુ બોંબ 31000 ફૂટની ઉંચાઇએથી શહેરો ઉપર ફેકાયો હતો, જેની ઝડપે કલાકે 500થી 1000 માઇલની હતી.