અરવિંદભાઇના સાથી કલાકારોના સન્માનની દોઢ દાયકા જુની પરંપરા
રાજકોટના સ્વપ્નદ્રષ્ટા અરવિંદભાઇ મણીઆરના જન્મદિને અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે પાંચ ઓક્ટોબરે અરવિંદભાઇનો 90મો જન્મ દિવસ છે. છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વખતે પણ તા.આઠમી ઓક્ટોબરના શનિવારના રોજ હેમુ ગઢવી હોલમાં રાત્રે 9:00 કલાકે કચ્છ કાઠિયાવાડનો ગુંજતો અવાજ અને લોકગાયકનો નવો આયામ આપનાર કાઠીયાવાડી કંઠ ઓસમાણ મીરનો ‘સુર સરગમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અરવિંદભાઇના સાથી કાર્યકરોનું સન્માન છેલ્લા દોઢ દાયકાથી કરવામાં આવે છે. આ વર્ષે પણ જમનાદાસભાઈ સોમૈયા (મરણોત્તર) ધનસુખભાઈ વોરા, સિદ્ધરાજસિંહ ઝાલા, રશ્ર્વીનભાઈ ડોડીયા, દિલીપભાઇ દોશી અને અશોકભાઈ પંડ્યાનું શાલ અને મોમેન્ટો આપીને અભિવાદન કરવામાં આવશે.
આ પ્રસંગે ઇક્કોના નવા નિયુક્ત ચેરમેન દિલીપભાઇ સંઘાણીનું અને તાજેતરમાં રાષ્ટ્રપતિ ચન્દ્રક મેળવનાર રાજકોટના પોલીસ કમિશ્ર્નર રાજુભાઈ ભાર્ગવનું ટ્રસ્ટ તરફથી શાલ અને સ્મૃતિ ચિન્હ રૂપી મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવશે.
આ દિવસે તા. 5 ઓક્ટોબરના દેશની અગ્રીમ હરોળની સહકારી બેંક રાજકોટ નાગરિક સહકારી બેંકનો સ્થાપના દિવસ હોય દર વર્ષે પરંપરા મુજબ ઉજવાતો હોય છે. આ વર્ષે અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની સાથે રાજકોટ નાગરિક સહકારી બેંક અને પેલીકન રોટોફ્લેક્ષ પ્રા.લી.નો સહહ્રદય સહયોગ મળેલ છે.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા મુખ્ય મહેમાન તરીકે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને અતિથી વિશેષ તરીકે કલેકટર અરૂણ મહેશભાઈ બાબુ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમના પ્રોજેક્ટ ઇન્ચાર્જ નીલેશભાઈ શાહ અને કમલેશભાઈ મહેતા અને કાર્યક્રમને સફળ બનાવવા મેનેજીંગ ટ્રસ્ટી વલ્લભભાઈ કથીરિયા, હંસીકાબેન મણીઆર, જ્યોતીન્દ્રભાઈ મહેતા, શિવુભાઈ દવે, મહાસુખભાઈ શાહ કલ્પકભાઈ મણીઆર, જયંતભાઈ ધોળકિયા, લક્ષ્મણભાઈ મકવાણા, પ્રભાતભાઈ ડાંગર, ઈન્દ્રવદનભાઈ રાજ્યગુરૂ, રાજુલભાઈ દવે, ભુપેન્દ્રભાઈ શાહ, ગુણવંતભાઈ ભટ્ટ, જયંતીભાઈ પટેલ, રમેશભાઈ પરમાર, જહાનવીબેન લાખાણી, હસુભાઈ ગણાત્રા, ભરતભાઈ અનડકટ, હરીશભાઈ શાહ, અશોકભાઈ રાવલ, સંજયભાઈ ઓઝા, મનીષભાઈ શેઠ, ધર્મેશભાઈ મકવાણા, ધનુમામા અને સંજયભાઈ મોદી જહેમત ઉઠાવી રહ્યા છે.