અબતક-રાજકોટ
31મી ડિસેમ્બરે વિદાય લેતા વર્ષની ઉજવણીના હેતુથી ઠેર-ઠેર ડિસ્કો ડાન્સ અને રોક-પોપ મ્યુઝિકના કાર્યક્રમો થતાં હોય છે ત્યારે રાજકોટની જી.ટી. હાઇસ્કૂલ ફોર ગર્લ્સમાં આજે ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગર પ્રેરિત ગુજરાતની અસ્મિતા છલકાવતો લોકસંગીત, શૌર્ય ગીતો અને રાષ્ટ્રભક્તિના ગીતોનો કાર્યક્રમ સુપ્રસિદ્વ લોકગાયક નીલેશ પંડ્યા અને સાથી કલાકારોએ પ્રસ્તુત કર્યો.
જી.ટી. હાઇસ્કૂલ ફોર ગર્લ્સમાં ગુજરાત સંગીત નાટક અકાદમી પ્રેરિત લોકસંગીત-શૌર્ય ગીતોનો કાર્યક્રમ યોજાયો
આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સંગીત નાટક અકાદમીના ચેરમેન પંજકભાઇ ભટ્ટ તથા સભ્ય સચિવ એ.એમ.દેસાઇના માર્ગદર્શનમાં ગુજરાતભરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે આજે 31મી ડિસેમ્બરે પશ્ર્ચિમી સંસ્કૃતિનું અનુકરણ અટકાવવા અને ગુજરાતની અસ્મિતા ઉજાગર કરવા રાજકોટની જી.ટી.હાઇસ્કૂલ ફોર ગર્લ્સ ખાતે નીલેશ પંડ્યા અને સાથી કલાકારોનો સંસ્કારપૂર્ણ લોકસંગીતનો કાર્યક્રમ યોજાઇ ગયો.
સુપ્રસિદ્વ લોકગાયક નીલેશ પંડ્યા અને સાથી કલાકારોએ સંસ્કારપૂર્ણ ગીતો લલકારી જમાવટ કરી
ગુજરાતી ભાષાના સંસ્કારપૂર્ણ લોકગીતો, મેઘાણીજી રચિત ગીતો-શૌર્ય ગીતો, દુહા-છંદની નીલેશ પંડ્યા અને મિત્તલબેન પટેલે રમઝટ બોલાવી હતી. લોકગીતોના અર્થ કરીને લોકગીતમાં પડેલા સંસ્કારો અને સંદેશા તથા શૌર્ય ગીતોના ઐતિહાસિકા સંદર્ભો સાથે પ્રસ્તુતિ કરી 400 જેટલી વિદ્યાર્થીનીઓ અને સ્ટાફને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. સાજીન્દાઓ મગનભાઇ વાળા, ડો.હરેશ વ્યાસ, રવિ યાદવ, ભાવેશ મિસ્ત્રીએ ભારે જમાવટ કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે પ્રિન્સિપાલ ડો.હરિણાબેન જોષીએ કાર્યક્રમની ભૂમિકા સમજાવી સૌનું સ્વાગત કર્યું હતું તો કાર્યક્રમનું સંચાલન ડો.ઇન્દુબેન ભેસદડીયા અને આભારવિધી એ.આર.કરગીંયાએ કરી હતી. આ તકે કડવી બાઇ વિદ્યાલયના પૂર્વ પ્રિન્સીપાલ અને રામકૃષ્ણ મિશનના અગ્રણી પન્નાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા સંગીત નાટક અકાદમીના તેજલબા ચૌહાણ અને ભાભોરભાઇ તથા