તા.૧૦ અને ૨૫ના બન્ને કાર્યક્રમોનું ‘અબતક’ ચેનલ અને ‘અબતક’ ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવ પ્રસારણ

મધુરમ કલબ દ્વારા ભગવાન મહાવીર સ્વામીનાં જન્મ કલ્યાણક પ્રસંગે જૈન વિઝનનાં શિર્ષક હેઠળ ૨૮મીએ ‘આવો મહાવીર નામ લઈએ’ ભક્તિ સંધ્યાનું ભવ્ય આયોજન કરાયું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ સો આગામી ૧૦મીએ જાણીતા વકતા જય વસાવડા અને કાજલ ઓઝા વૈધનું ‘૨૧મી સદીના જૈન દર્શન’ વિષય ઉપર પ્રેરક વ્યાખ્યાન અને ૨૫મીએ સ્તવન જૈન નૃત્ય સ્પર્ધા યોજાશે. તા. ૨૫ અને ૨૮ના બન્ને કાર્યક્રમનું ‘અબતક’ ચેનલ અને ‘અબતક’ ડિજીટલ પ્લેટફોર્મસ પર જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.

છેલ્લા ચાર વર્ષી સમસ્ત રાજકોટ જૈન સમાજને જિન ભક્તિમાં રસતરબોળ કરનાર જાણીતી સંસ મધુરમ કલબ દ્વારા બાલ ભવનના આંગણે ‘આવો મહાવીર નામ લઈએ’નું સુપર ડુપર આયોજન કરતું આવી રહ્યું છે. ગત વર્ષે ‘જૈન વિઝન’ની સપના કરવામાં આવતા આ વર્ષે ‘જૈન વિઝન’ના શીર્ષક હેઠળ મુખ્ય મહોત્સવ તા.૨૮ બુધવારે કવિ રમેશ પારેખ ઓડીટોરીયમ, રેસકોર્ષનાના વિશાલ પ્રાંગણમાં નવારૂપ રંગ સો અનોખો ‘આવો રે આવો મહાવીર નામ લઈએ’ ભક્તિ સંગીતનું સુવિખ્યાત કલાકારો જેમાં જાણીતા ગઝલ ગાયક મનહર ઉધાસ (મુંબઈ), પ્લેબેક સીંગર મીરાંદે શાહ (મુંબઈ), ગાર્ગી વોરા (રાજકોટ), દિપક જોષી (જૂનાગઢ), ભાસ્કર શુકલ (રાજકોટ) સહિતના કલાકારો જૈન સમાજના જુદા જુદા સ્તવનો પોતાના કંઠે ગાઈ અને સમગ્ર વાતાવરણ મહાવીર મય બનાવશે. કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષક તેમજ કવી અંકિત ત્રિવેદી કરશે. સમસ્ત જૈન સમાજમાં ‘આવો મહાવીર નામ લઈએ’ કાર્યક્રમને ભવ્યાતિ ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. કવિ રમેશ પારેખ ઓડીટોરીયમમાં ૧૦ હજાર લોકો બેસી શકે તે પ્રકારની વિશેષ ગોઠવણ અને એઈડી સ્ક્રીનની વ્યવસ રાખવામાં આવી છે.

આગામી તા.૧૦મી માર્ચના રોજ અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના સહયોગી જાણીતા વકતા તા કટાર લેખક જય વસાવડા તા કાજલ વૈદ્ય ઓઝાનું ‘૨૧મી સદીમાં જૈન દર્શન’ વિષયક પ્રવચન પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં રાત્રે નવ વાગે યોજાશે. કાર્યક્રમનું સંચાલન જાણીતા હાસ્ય કલાકાર મિલન ત્રિવેદી કરશે. આ ઉપરાંત તા.૨૫ના રોજ સ્તવન જૈન નૃત્યનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૫ અને ૨૮ના બંને કાર્યક્રમનું ‘અબતક’ ચેનલ અને ‘અબતક’ ડિજીટલ મિડિયાનાં પ્લેટફોર્મસ વેબસાઈટ યુટયુબ અને ફેસબુક પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. જેી લાખો લોકો ઘેર બેઠા આ કાર્યક્રમને માણી શકશે.

શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક પ્રસંગે તા.૨૯ના રોજ અનુકંપાવાન અંતર્ગત રાજકોટ પાંજરાપોળમાં નિરાધાર, અશકત, બીમાર ગાયોને લીલુ ઘાસ નિરવામાં આવશે.

જૈન વિઝન આયોજીત ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું અનન્ય આકર્ષણ જૈન સત્વનો પરની ગ્રુપ નૃત્ય સ્પર્ધા છે. આ પ્રકારની સ્પર્ધા સૌ પ્રમવાર યોજવામાં આવી રહી છે. આ સ્પર્ધામાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના જૈન બહેનોના ગ્રુપ, મંડળો ભાગ લેશે અને જૈન સ્તવન પર ભાવાભિનય કરશે. ભગવાન મહાવીર સ્વામીના જીવન પ્રસંગો પર જૈન વિઝન દ્વારા બાળકોની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિજેતા બાળકોને ઈનામો આપવામાં આવશે તા દરેક બાળકને પ્રમાણપત્ર આપવામાં આવશે. રાજકોટમાં વસતા જૈન બહેનો માટે જૈન કુકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધાની તારીખ, સ્ળ અને સમયની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક પ્રસંગે જરૂરત મંદ દર્દીઓને ઉપયોગી વા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.

રાજકોટ જૈન પરિવારો માટે જૈન વિઝન દ્વારા એટીએમ કાર્ડનું વિતરણ હા ધરવામાં આવશે. આ પ્રસંગે સંયોજક મિલન કોઠારીએ જણાવ્યું કે, રાજકોટના જૈન ડોકટરો જૈન દર્દીઓને નજીવા દરેક નિદાન-સારવાર આપશે તા માન્ય મેડિકલ સ્ટોર્સમાં માત્ર પડતર ભાવે દવા ઉપલબ્ધ કરાશે. આગામી વર્ષોમાં સંસ દ્વારા જૈન દર્દીઓના બીલને ચકાસીને રાહત આપવાની વિચારણા છે. ફન વર્લ્ડની અંદર વિવિધ રાઈડસ અને અવનવા નાસ્તા કરાવી બાળકોના ચહેરામાં નિર્દોષ હાસ્ય રેલાવી અને તેમને કિલકિલાટ કરાવવામાં આવશે. તપાગચ્છધિપતિ પ્રેમસૂરીશ્ર્વરજી મ.સા.ના ૯૯માં જન્મોત્સવ નિમિત્તે રાજકોટની સામાજિક સંસઓ સંઘ મહિલા, બહેરા-મુંગા શાળા, વૃધ્ધાશ્રમ, ગુંદાવાડી હોસ્પિટલ, અપંગ બાળગૃહમાં સીઝનના પહેલા કેરીના રસનું વિતરણ કરવામાં આવશે.

પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત જૈન વિઝનના સંયુકત ઉપક્રમે રેસકોર્ષ ચબુતરા પર પક્ષીઓને દરેક સમાજને જોડીને અને પારેવાને ચણ તા એનીમલ હેલ્પલાઈન અને કુમકુમ ગ્રુપના સહયોગી તુલસીના કયારા, પક્ષીઓના પાણી પીવાના કુંડા, રામ પાતર, ચકલીને માળો અને ગૌમાતાના પાણીની પીવાની કુંડીનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે.

આ વર્ષે જૈન વિઝન દ્વારા માર્ચ માસમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના કલ્યાણકની ઉજવણી ભવ્ય રીતે કરશે. સમગ્ર કાર્યક્રમમાં સોનમલ કલોકના જાણીતા ઉદ્યોગપતિ જયેશભાઈ શાહ, આર્કેડીયા શેર્સના સુનિલભાઈ શાહ, સ્વ.પિયુષભાઈ જેન્તીલાલ કામદાર, મહાવીર સેવા ટ્રસ્ટ, અરવિંદભાઈ મણીઆર, જનકલ્યાણ ટ્રસ્ટ તમામ જૈન સોશ્યલ ગ્રુપો, રાજુભાઈ કેસ્ટ્રોલ, સ્વ.ભાનુમતી ડી.વોરા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે કેયુર વોરા પરિવારનો વિશેષ સહયોગ પ્રાપ્ત યો છે.

કાર્યક્રમ અંગે વિશેષ વિગતો આપવા મધુરમ કલબના મિલનભાઈ કોઠારી, આશિષભાઈ ગાંધી, ધિરેનભાઈ ભરવાડા, રજતભાઈ સંઘવી, ભરતભાઈ દોશી, બ્રિજેશભાઈ મહેતા, રાજીવભાઈ વિરાણી, હિતેષભાઈ મણીયાર, મનીષભાઈ પારેખ, રાજુભાઈ ઘેલાણી અને જય કામદારે ‘અબતક’ મિડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્િિતમાં મનહર ઉધાસ, મીરાંદે શાહ, ગાર્ગી વોરા, દિપક જોષી અને ભાસ્કર શુકલ સહિતના કલાકારોનો ભક્તિ રસમાં તરબોળ કરતો સુરીલો કાર્યક્રમ

૧૦મીએ જાણીતા વકતા જય વસાવડા તા કાજલ ઓઝા વૈધનું ‘૨૧મી સદીના જૈન દર્શન’ વિષય પર પ્રેરક વ્યાખ્યાન: ૨૫મીએ સ્તવન જૈન નૃત્ય સ્પર્ધા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.