- 15 ઉમેદવાર જાહેર કર્યા તે કોંગ્રેસના મતે ભાજપની ઉતાવળ : કોંગ્રેસના ઉમેદવાર કેવા હશે તેના ઉપર સૌની મીટ
લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્ને લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસ ભાજપને બરાબરની ફાઈટ આપવા ઇચ્છતી હોવાનો પ્રદેશ પ્રમુખએ સ્પષ્ટ ઈશારો કરી ઉમેદવારોની પસંદગી થઈ ગઈ છે હવે ટૂંક સમયમાં તેઓના નામ જાહેર કરવામાં આવશે તેવુ જણાવ્યું છે.
લોકસભાની ચૂંટણી 15 માર્ચ આસપાસ જાહેર થાય તેવી શકયતા સેવાઈ રહી છે. જેને પગલે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો કામે લાગી ગયા છે. ગુજરાતમાં ભાજપે લોકસભા માટેના 15 ઉમેદવારો જાહેર કરી દીધા છે. હવે બાકીની 11 બેઠકો પર કોને મેદાનમાં ઉતારશે તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. એક તર્ક પ્રમાણે આ બેઠકો પર ભાજપ મોટા ભાગના નવા ચહેરાને તક આપી શકે છે. જોકે, નામ જાહેર થાય ત્યારે જ સાચું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.
બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે પ્રદેશ કોંગ્રેસે રાજ્યની 24 બેઠકો ઉપર ઉમેદવારોની પસંદગી કરી લીધી છે. હવે થોડા દિવસોમાં આ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. કોંગ્રેસના ઉમેદવારો કોણ હશે તેને લઈને રાજ્યના રાજકારણમાં સસ્પેન્સ જામ્યો છે. બીજી તરફ આપને બે બેઠક આપવામાં આવી છે. તેમાં આપે સૌપ્રથમ બે ઉમેદવારોના નામ પણ જાહેર કરી નાખ્યા હતા.