દિવાનપરા ઉપાશ્રયથી સ્વાગત શોભાયાત્રા નિકળશે, ઉદબોધન અને નવકારશી સહિતના આયોજનો: સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં છવાયો હર્ષોલ્લાસ, જૈન અગ્રણીઓ ‘અબતક’ની મુલાકાતે
સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળાનાં આંગણે આગામી ૨૨મીએ પૂજય વિજયાજી મહાસતીજીના સુશિષ્યાઓ ૨૩ મહાસતીજીઓનો ચાતુર્માસ મંગલપ્રવેશ થશે. આ અવસરે ભવ્યાતિભવ્ય સ્વાગત શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેની વિસ્તૃત વિગત આપવા જૈન અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળાના પ્રચુર પુન્યોદયે સંઘાણી સંપ્રદાયના શાસનદીપક ગુરુદેવ નરેન્દ્રમુનિજી મહારાજ સાહેબનાં આજ્ઞાનુવર્તી ચારિત્ર જયેષ્ઠા પ્રવર્તિનીજી પૂ.જયવિજયાજી મહાસતીજીના સુશિષ્યાઓ ૨૩ મહાસતીજીઓનો ચાતુર્માસ મંગલ પ્રવેશ તા.૨૨ને રવિવારે સવારે ૭:૩૦ કલાકે રાખેલ છે. ૨૩ ઠાણાઓનો ચાતુર્માસનો યશ સંઘને મળતો હોય જેથી સંઘમાં હર્ષોલ્લાસ છવાયેલો છે.
ચાતુર્માસની પ્રવેશ ઘડીએ પૂ.કિરણબાઈ મ.સ., પૂ.સાધનાબાઈ મ.સ., પૂ.ચંદ્રિકાજીબાઈ મ.સ., પૂ.રાજુલજી મ.સ., પૂ.ચંદનાજી મ.સ., પૂ.જયશ્રી મ.સ., પૂ.હર્ષાજી મ.સ., પૂ.વર્ષાજી મ.સ., પૂ.ભારતીજી મ.સ., પૂ.જાગૃતિજી મ.સ., પૂ.મીનાજી મ.સ., પૂ.સોનલજી મ.સ., પૂ.હંસાજી મ.સ., પૂ.મીરાજી મ.સ., પૂ.ભાવનાજી મ.સ., પૂ.અરૂણાજી મ.સ., પૂ.આરતીજી મ.સ., પૂ.નંદાજી મ.સ., પૂ.ખ્યાતીજી મ.સ., પૂ.સ્વાતીજી મ.સ., પૂ.ચાંદનીજી મ.સ., પૂ.હીનાજી મ.સ. અને પૂ.લબ્ધિજી મ.સ. પધરામણી કરશે.તા.૨૨ને રવિવારે સવારે ૬ કલાકે ૧૦, દિવાનપરા ઉપાશ્રયથી ભવ્યાતિભવ્ય સ્વાગત શોભાયાત્રા નિકળશે. આ શોભાયાત્રા દિગ્વિજયરોડ, ૧૩-પ્રહલાદ પ્લોટ, ગુંદાવાડી હોસ્પિટલ, પેલેસ રોડ થઈ સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળાનાં પ્રાંગણે વિરામ પામશે. બાદમાં ૭:૩૦ કલાકે પ્રવેશ પ્રસંગરૂપ પૂ.શ્રીઓનું ઉદબોધન તેમજ મંડળના બહેનોનું સ્વાગતગીત અને બાળાઓ નૃત્ય રજુ કરશે. ૮:૩૦ કલાકે નવકારશી રાખવામાં આવેલ છે. ચાતુર્માસના લાભાર્થી બીનાબેન અજયભાઈ શેઠ રહ્યા છે.
સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશી, ઉપપ્રમુખ શશીકાંત વોરા, મંત્રી કૌશિકભાઈ વિરાણી, હિતેશભાઈ બાટવીયા, ખજાનચી સતિષભાઈ બાટવીયા, ચંદ્રકાંતભાઈ શેઠ, પ્રવિણભાઈ કોઠારી, હિતેનભાઈ અજમેરા, શીરીષભાઈ બાટવીયા, રજનીભાઈ બાવીસી, નગીનદાસ દેસાઈ, દિનેશભાઈ દોશી, વિમલભાઈ પારેખ, અમિતભાઈ દેસાઈ, હિતેષભાઈ દોશી, કિરીટભાઈ દેસાઈ, કિર્તીભાઈ દોશી, ભદ્રેશભાઈ કોઠારી, જગદીશભાઈ કોઠારી, હિતેષભાઈ મણીયાર, હિતેષભાઈ મહેતા, જયેન્દ્રભાઈ મહેતા, વસંતરાય મહેતા, મીનલભાઈ મીઠાણી, સુભાષભાઈ રવાણી, કુમારભાઈ શાહ, રાજુભાઈ શેઠ, હરીલાલ વખારીયા અને તારકભાઈ વોરાએ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ધર્મલાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે.