૫૫ ક્ધયાઓ પ્રભુતામાં પગલા પાડશે: સરકારની સાતફેરા સમુહલગ્ન અને કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ અપાશે: તમામ ક્ધયાઓને કરિયાવર દાતાઓ તરફથી મળશે: રકતદાન કેમ્પ સહિતના આયોજનો થશે

ભારત વિકાસ પરિષદ-આનંદનગર શાખા તથા સરગમ કલબ રાજકોટ દ્વારા આગામી તા.૧૮ને રવિવારના રોજ પારીજાત પાર્ટી પ્લોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ, સ્ટર્લીંગ હોસ્પિટલ પાસે, રાજકોટ મુકામે ૫૫ ક્ધયાઓના ભવ્ય નિ:શુલ્ક સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે.7 5

આ સમુહલગ્ન વતનપ્રેમીને ઉદારદીલ દાતા અને લિસ્બન (પોર્ટુગલ) સ્થિત એન આર.આઈ. મમતાબેન દિપકભાઈ રાયઠઠા તથા દિપકભાઈ જેઠાલાલ રાયઠઠા પરિવાર દ્વારા તેમના માતા-પિતા સ્વ.સાવિત્રિબેન જેઠાલાલ રાયઠઠા તથા સ્વ.જેઠાલાલ દેવજીભાઈ રાયઠઠા સ્મરણાર્થે વિશાળ અનુદાન આપીને આયોજવામાં આવેલ છે. દિપકભાઈ પરીવાર દ્વારા લગ્નમાં જોડાયેલ ક્ધયાઓને કિંમતી તેમજ ગૃહ ઉપયોગી કરિયાવર આપવામાં આવનાર છે.

આ સમુહલગ્નમાં ઉદઘાટક તરીકે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન વિજયભાઈ રૂપાણી, રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન નલીનભાઈ વસા, વાઈસ ચેરમેન જીવણભાઈ પટેલ, આર.એસ.એસ. રાજકોટ મહાનગરના સંઘચાલક ડો.જીતેન્દ્રભાઈ અમલાણી, રાજકોટ મહાનગરના મેયર ડો.જયમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ મેયર જનકભાઈ કોટક, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર બીજેપી પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેનાર છે.

આ સમુહલગ્નમાં રાજકોટ શહેરના અગ્રણીઓ રાજુભાઈ ગોસ્વામી, હરસિંગભાઈ સુચારીયા, રમેશભાઈ ઠકકર, ચંદ્રકાંતભાઈ શેઠ, મૌલેષભાઈ પટેલ, કમલનયનભાઈ સોજીત્રા વગેરે ઉપસ્થિત રહેશે. તેમજ આ સમુહલગ્નમાં યોગી ડીવાઈન સોસાયટીના સંતશ્રી ત્યાગ વલ્લભ સ્વામી તેમજ બીએપીએસના સંતશ્રી અપૂર્વમુની સ્વામી વગેરે સંતો-મહંતો ઉપસ્થિત રહી આશીવર્ચન આપશે. તેમજ આ સમુહલગ્નમાં હરિશભાઈ મોહનભાઈ ભલસોડ (એન.આર.આઈ) દારેસલામ ખાસ ઉપસ્થિત રહી ક્ધયાઓને ક્ધયાદાન કરશે.

આ સમુહલગ્નમાં પધારનાર વરપક્ષ તથા ક્ધયાપક્ષના તમામ લોકો માટે નાસ્તા તથા ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ લગ્નમાં જોડાનાર તમામ ક્ધયાઓને સરકારના સાતફેરા સમુહલગ્ન યોજના તથા કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ આપવામાં આવનાર છે. આ સમુહલગ્ન પ્રસંગે ભારત વિકાસ પરિષદ દ્વારા રકતદાન મહાઅભિયાન ચાલી રહ્યું છે. તેના અનુસંધાને સિવિલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓ તથા થેલેસેમીયા પીડિત બાળકો માટે રકતદાન શિબિર યોજાશે. તેમજ ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા અંગદાન, ચક્ષુદાન તથા દેહદાન અંગે માહિતી અપાશે. તેમજ એનીમલ હેલ્પલાઈનના સહકારથી શાકાહારનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. તેમજ પક્ષીને પાણી પીવાના કુંડા તથા ચકલીના માળાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ ગોસ્વામી, એનીમલ હેલ્પલાઈનના મિતલભાઈ ખેતાણી, ભાવેશભાઈ કાનાબાર, ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ), રમેશભાઈ ઠકકર (ગિરીરાજ હોસ્પિટલ), ગુણવંતભાઈ ડેલાવાળા (સરગમ કલબ), જેઠસુરભાઈ ગુજરીયા, દિપકગીરી ગોસાઈ, કિશોરભાઈ ટોળીયા, રાકેશભાઈ સોરઠીયા, વિનોદભાઈ પટેલ, સુધીરભાઈ પારેખ સહિતના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.