એક જ દિવસમાં ઓમિક્રોના ત્રણ કેસ મળી આવતાં મુંબઈનાં નિયંત્રણો લદાયા
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે દેશભરમાં નવેસરથી દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 17 કેસો મળી આવ્યા હતાં. દેશની આર્થિક રાજધાની મહાનગરી મુંબઈમાં ગઈકાલે એક જ દિવસમાં ઓમિક્રોનના નવા 3 કેસો મળી આવતા રાજ્ય સરકારની ઉંઘ ઉઠી ગઈ છે ! આજે અને આવતીકાલે મુંબઈમાં કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે. ઓમિક્રોનના સંક્રમણને રોકવા શની-રવિની રજામાં વધુ માત્રામાં લોકો એકત્રિત ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે બે દિવસ કલમ-144 લાગુ કરી દેવ્માં આવી છે. ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકત્રીત થવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 17 કેસો મળઈ આવ્યા છે ગઈકાલે એક જ દિવસમાં મુંબઈમાં ઓમિક્રોનના નવા ત્રણ કેસો મળી આવ્યા છે. એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીમાં ઓમિક્રોનનો કેસ મળી આવતાં મહારાષ્ટ્ર સરકાર સતર્ક બની ગઈ છે. શનીવાર તથા રવિવારની જાહેર રજાઓમાં વધુ માત્રામાં લોકો એકત્રીત ન થાય તે માટે મુંબઈમાં બે દિવસ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.