ઓમિક્રોન અંગે વિસ્તૃત છણાવટ
જે લોકોએ વેક્સીન ના લીધી હોય તેઓએ તાત્કાલીક લેવા અપીલ
અબતક-રાજકોટ
ઓમીક્રોન શું ચીની ડ્રેગન બનશે કે પછી ખાલી ડરાવીને જતો રહેશે. તે અંગે વિસ્તૃત છણાવટ કરતા ડો.મયંક ઠક્કરે જણાવ્યું છે કે કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમીક્રોનનો અર્થ તાવ-શરદીથી વધુ નથી. જાણકારોનું કહેવું છે કે ઓમિક્રોનથી હાર્ડ ઇમ્યુનિટી બની જશે. મોટા ભાગના લોકોમાં માઇલ્ડ ઇન્ફેક્શન જોવા મળી રહ્યું છે તેથી ચિંતા કરવાની જરૂર નથી. બસ સાવચેતી રાખવાની જરૂર છે.
હળવા છે ઓમિક્રોનના લક્ષણો
સંક્રામક બીમારીઓના સ્પેશિયાલિસ્ટ અને ઓમિક્રોન પીડિતોની સારવાર કરી ચૂકેલા ડોક્ટર મયંક ઠક્કરએ કહ્યું કે અત્યાર સુધીમાં મે જે જોયું છે તેનાથી જાણવા મળ્યું છે કે ઓમિક્રોન, ડેલ્ટા વેરિએન્ટની સરખામણીમાં ઓછો જોખમી છે. બીજી લહેર દરમિયાન આપણે વધુ ગંભીર કેસ જોયા છે. ઓમિક્રોનના આવા કેસ હોવાની સંભાવના ઓછી છે. ફક્ત હું જ નહીં પરંતુ વિદેશી રિપોર્ટ પણ આવું જ કહે છે. ઓમિક્રોનના લક્ષણો હળવા છે. ફક્ત હળવો તાવ, ગળુંદુ:ખવું, થાક અને સામાન્ય ઉધરસ આવે છે. ઘણા દર્દીઓમાં માથું દુખવું કે શરીર દુખાવાના લક્ષણો પણ જોવા મળે છે. હા એક નવું લક્ષણ પણ જોવા મળ્યું છે અને તે છે થાકેલા લાગવું અથવા ખાલી નબળાઈ લગાવી.
ઓમીક્રોન થી ન ડરવાના પાંચ કારણો
પ્રથમ કારણ એ છે કે ઓમિક્રોન માત્ર 1 માઇલ્ડ ઇન્ફેક્શન છે. બીજું કે અત્યાર સુધી સામે આવેલા ઓમિક્રોનના લક્ષણ સામાન્ય ફ્લૂ જેવા છે. ત્રીજુ કારણ છે કે ઓમિક્રોનથી સંક્રમિત થવા પર ઓક્સીજનનું લેવલ ઘટતું નથી. ચોથુ કારણ છે કે ઓમિક્રોનથી સંક્રમિત થવા પર થોડા દિવસ જ લક્ષણો જોવા મળે છે. પાંચમું કારણ છે કે ઓમિક્રોનથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ થનારની સંખ્યા ખુબ ઓછી છે.
ફેફસા પર ઓમિક્રોનની અસર ખુબ ઓછી
જાણી લો કે ડેલ્ટાના મુકાબલે ઓમિક્રોન વેરિએન્ટ ફેફસા પર 10 ગણી ઓછી અસર કરે છે. જ્યારે ડેલ્ટા ફેફસા પર ખુબ ખરાબ અસર કરતો હતો. ડેલ્ટાથી સંક્રમિત થનાર લોકોને બ્લેક ફંગસનો પણ ખતરો રહેતો હતો. ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન ખુદને શ્વાસનળીમાં વિકસિત કરે છે, તો ડેલ્ટા વેરિએન્ટ શ્વાસનળીમાં રોકાવાની જગ્યાએ ફેફસા પર હુમલો કરે છે.
ઓમીક્રોનથી મૃત્યુ દર ઓછો
ડેલ્ટાની તુલનામાં ઓમિક્રોન વેરિએન્ટમાં મૃત્યુદર ખુબ ઓછો છે, તેથી ઓમિક્રોનને ઓછો ખતરનાક માનવામાં આવી રહ્યો છે. ઓમિક્રોનથી સંક્રમિત થનારામાં વધુ એન્ટીબોડી છે. વેક્સીનના મુકાબલે તેનાથી 14 ગણી એન્ટીબોડી શરીરમાં બને છે. ડેલ્ટા વેરિએન્ટના મુકાબલે તેમાં નુકસાન ઓછુ છે. ડેલ્ટા વેરિએન્ટને ઓમિક્રોન ખતમ કરી શકે છે.
ઓમીક્રોનનો ચેપ
ડેલ્ટા વાઈરસ કરતાં 2.5 ગણો વધારે ચેપી છે, પણ તીવ્રતા ઓછી છે તેથી લક્ષણો સામાન્ય રહે છે તીવ્રતા ઓછી હોવાના કારણે ગંભીર લક્ષણોનું પ્રમાણ ઓછું છે, તેથી એડમીશન તેમજ ડેથ રેશિયો ઓછો દેખાઈ રહ્યો છે.