આમ તો તમામને ખબર છે કે સ્માર્ટફોનનો બેફામ ઉપયોગ સ્વાસ્થ્ય માટે જોખમી છે.પરંતુ સ્માર્ટફોનમા ગેમ રમવાનું આટલું ભયંકર પરિણામ આવી શકે તેનો અંદાજ પણ ના હોય. તાજેતરમાં જ એક એવો કિસ્સો ચીનમાં સામે આવ્યો છે જેમાં આખો દિવસ ગેમ રમાનારી મહિલાની આંખોને નુકસાન થતાં તે આંધળી થઈ ગઈ હતી. ૨૧વર્ષની વૂ જિયોજિંગ નામની આ મહિલાને મલ્ટિપ્લેયર ગેમ ઓનર્સ ઓફ કિંગ ખુબજ પસંદ હતી.તે આ ગેમ કલાકો સુધી રમતી હતી. તે ૮ ૮ કલાક સુધી ખાવા પીવાનું ભાન ભૂલી ગેમ રમતી હતી. રવિવારની રાજામાં તેને આખો દિવસ ગેમ રમવાનું ચાલુ રાખ્યું હતું.રાતે ખાવું ખાઈ ને તેને ફરી ગેમ શરૂ કરતાં તેની આખોમાં જાંખપ આવ્યા બાદ એકાએક દેખાવનું બંધ થઈ ગયું હતું.અને તે આંધળી થઈ ગઈ હતી. હાલ યુવતીનો ઈલાજ ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.