એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ડોક્ટરોએ એક મહિલાને બાહુબલિ-૨ ફિલ્મ બતાવતાં બતાવતાં બ્રેઈન સર્જરી કરી દીધી છે. રિપોર્ટ મુજબ ગુંટુરની તુલસી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડોક્ટરોએ દર્દીને જગાડી રાખવા માટે લેપટોપ પર ફિલ્મ ચાલુ કરી દીધી.
ડોક્ટરો દ્વારા યોગ્ય જગ્યાની સર્જરી માટે દર્દીને ભાનમાં રાખવો જરૂરી હતો. અ સર્જરીમાં મગજનો કોઈ અન્ય ભાગ પ્રભાવિત ન થાય એ બાબતને ધ્યાનમાં રાખતા સર્જરી કરાઈ. મગજના કોઈપણ ભાગને નુકસાન પહોંચે તો દર્દીની આખની રોશની અને બોલવાની ક્ષમતા પ્રભાવિત થઈ શકે તેમ હતું.

ન્યૂરો સર્જન ડો. શ્રીનિવાસે જણાવ્યું કે આ સર્જરીમાં દર્દીને જગાડી રાખવા અત્યંત જરૂરી હતા. અને ફિલ્મ દ્વારા આ વાત શક્ય બની. મહિલા દર્દી સર્જરી દરમિયાન ગભરાય નહીં અને તેણે ગીતોનો આનંદ પણ લીધો.

૪૩ વર્ષીય વિનયાકુમારીની સર્જરી ૨૧ સપ્ટેમ્બરે થઈ. વિનયા નર્સ તરીકે કાર્યરત છે. વિનયા બ્રેઇન ટ્યૂમર સામે લડી રહી હતી. આ સર્જરી સફળતાપૂર્વક થયા બાદ ડોક્ટરોએ આ સર્જરીને બાહુબલિ બ્રેઇન સર્જરીનું નામ આપ્યું છે. લગભગ દોઢ કલાક સુધી ચાલેલી આ સર્જરી બાદ ડોક્ટરોની ટીમે સર્જરી સફળતાપૂર્વક થઈ તેનું શ્રેય આ ફિલ્મને આપ્યું.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ જુલાઈ મહિનામાં બેંગલુરુમાં ભગવાન મહાવીર જૈન હોસ્પિટલમાં એક મ્યુઝિસિયનની પણ આ જ રીતે સર્જરી થઈ હતી. દર્દી પોતાના દિમાગની સર્જરી વખતે ગિટાર વગાડી રહ્યો હતો. ચાર કલાક સુધી ચાલેલી સર્જરી દરમિયાન પણ અભિષેક પ્રસાદ હોશમાં રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.