ગેજેટ્સમાં ટેકનોલોજી દિવસેને દિવસે વધતી જાય છે,જેનો ફાયદો યુઝર્સને થઇ રહ્યો છે. પરંતુ આ ટેકનોલોજીનો દુરુપયોગ થઇ શકે છે, જેનું સીધું નુકશાન યુઝર્સે ઉઠાવવું પડી શકે છે. તેનો મતલબ થયો કે, એક તરફ જ્યારે ટેકનોલોજી યુઝર્સને સગવડતા આપે છે, તેમજ બીજીતરફ તમારી સિક્યુરિટીને લઈને ખતરનાક પણ સાબિત થાય છે.
આજકાલ ઓનલાઈન જ રોજીંદા બધા કાર્ય કરતાં હોય છે. પરંતુ તેની સાથે કેટલીક એપ્સ અને એસેસરીઝ એવી પણ છે જે યુઝર્સનાં ખાનગી ડેટા ચોરે છે. તેના હેઠળ હાલમાં આવેલ એક રીપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, મોબાઈલ ફોન ચાર્જ કરનાર યૂએસબી કેબલ દ્વારા યુઝર્સનો ડેટા ચોરી શકાય છે.આજના સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ વધવાથી યુઝર્સ પણ સ્માર્ટ થઇ ચુક્યા છે, જે પોતાના ગેજેટ્સનો ઉપયોગ સિક્યોર રીતે કરે છે, ટ્રાવેલનાં સમયમાં ઈયરફોનનો ઉપયોગ, ગેમ રમવી અથવા રીડીંગ કરતા કરતા સોશિયલ મીડિયા સ્ટેટ્સ ચેક કરવા વગેરે કામ કરતા સમયે યુઝર્સ પોતાની સિક્યુરિટીનું ઘણું ધ્યાન રાખે છે. પરંતુ કેટલીક વાર ચૂક થઇ જાય છે. તેવામાં કેટલીક વાર એવી વસ્તુઓ અથવા એસેસરીઝથી પણ યુઝર્સ પર્સનલ ડેટા ચોરી થઇ જાય છે, જેની આશંકા પણ નથી હોતી. તે એસેસરીઝમાં સામેલ છે USB કેબલ. કારણ કે, USB કેબલ દ્વારા સ્માર્ટફોનથી કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવા પર તેમાં રાખવામાં આવેલ ખાનગી લીક થવાનું જોખમ રહે છે. આ જાણકારી હાલમાં જ ઓસ્ટ્રેલિયાની એક યૂનિવર્સિટીનાં વિશેષજ્ઞોએ ૫૦ અલગ-અલગ કોમ્યુટર્સ અને એક્સટર્નલ USB હબ્સ પર રિસર્ચ કર્યા બાદ આપી છે.
આ રિસર્ચનાં આંકડા સામે આવ્યા છે તે ચોંકવનાર છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, સ્માર્ટફોનનો ૯૦ ટકા ડેટા લીક થઈને એક્સટર્નલ કેબલમાં પહોંચી ગયો હતો. રિસર્ચર્સ તરફથી તે પણ જણાવવામાં આવ્યું હતું કે, USB કેબલ કનેક્ટ કરવામાં આવેલ ડિવાઈસીસમાં કિબોર્ડ, કાર્ડ સ્વાઈપ્સ અને ફિંગરપ્રિન્ટ રિડર્સ વેગેરે મોટેભાગે કોમ્યુટર્સને સેન્સિટીવ ડેટા મોકલવાનું કામ કરે છે.
જોકે, USB કેબલ દ્વારા સ્માર્ટફોનથી ડેટા માત્ર ત્યારે જ લીક થઇ શકે છે.જ્યારે કોમ્પ્યુટરમાં તે સમયે અન્ય કેબલ પણ લાગેલા છે. તે સિવાય જો કોમ્પ્યુટર અથવા ડિવાઈસનાં વાયરસ હોવા પર પણ લીક થઇ શકે છે, સાથે જ ઇન્ટરનલ USB હબમાં વાયરસ હોવા પર પણ ખાનગી જાણકારી લીક થવાનું જોખમ રહે છે.