University of Western Australia (UWA)ના કેટલાક રિસર્ચર્સે ઓસ્ટ્રેલિયાના પર્થ સિટીમાં એક નવા પ્રકારનું ઘાંસ શોધ્યું છે. તે સામાન્ય ઘાંસ જેવું જ દેખાય છે પણ તેનો ટેસ્ટ સોલ્ટેડ ચિપ્સ જેવો છે. આ ઘાંસનું નામ Triodia scintillans છે.
કેવી રીતે શોધ્યું આ ઘાંસ?
રિસર્ચર્સ કહે છે કે તેઓ એક રાતે ટીમ સાથે કામ કરી રહ્યા હતા. ત્યારે એક મેંબરે ભૂલથી પોતાનો હાથ ચાટી લીધો. ત્યારબાદ તેણે પોતાના હાથમાં ચિપ્સની ફ્લેવર અનુભવી. પણ તેણે ચિપ્સ ખાધી ન હતી. તેને યાદ આવ્યું કે થોડી વાર પહેલાં તેઓએ બહારનું ઘાંસ પકડ્યું હતું. ઘાંસનો આ પ્રકાર ઓસ્ટ્રેલિયાના બહારના વિસ્તારોમાં જોવા મળે છે. તેની સાથે સાથે 7 અન્ય ઘાંસની પ્રજાતિ પણ શોધવામાં આવી છે.