શરીરમાંથી પસીના દ્વારા પાણી બહાર નીકળવું એ સામાન્ય વાત છે પરંતુ, જ્યારે કોઇ પસીનો નહીં પણ શરીરમાંથી લોહી નીકળવા લાગે તેવી અજીબોગરીબ ઘટના પ્રકાશમાં આવી છે. એક છોકરી જ્યારે સૂઇ જાય છે ત્યારે તેના શરીરમાંથી પસીનાના બદલે લોહી નીકળતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
આ અજીબો અને ગંભીર પ્રકારની બીમારી જોઇને તબીબો પણ આશ્વર્યચકિત થઇ ગયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ઇટાલીની 21 વર્ષિય છોકરી અજીબ બીમારીથી પીડાય છે. જ્યારે તે સૂઇ જાય છે કે, કોઇ ફિઝિકલ કસરત કરે છે તો તેને પસીનાના બદલે લોહી નીકળવા લાગે છે. તેનો ચહેરો અને હથેળી લોહીથી લાલ થઇ જાય છે. જો કે, તબીબોને પહેલા લાગ્યું કે, આ છોકરી ખોટુ બોલી રહી છે પરંતુ, તપાસમાં જાણવા મળ્યું કે, તે ખરેખ એક ગંભીર બીમારીથી પીડાય છે. કેનેડિયન મેડિકલ એસોસિએશન જર્નલ રિપોર્ટ્સના તબીબોએ આ બીમારીને બ્લડ સ્વેટિંગનું નામ આપ્યું છે. આ છોકરીની સારવાર ચાલુ છે.
ઉલ્લેખનીય છેકે, આવી જ એક ઘટના થાઇલેન્ડમાં જોવા મળી હતી. જ્યાં એક માસુમ છોકરી આવી બીમારાથી પીડાતી હતી. તબીબોએ હૃદય અને બ્લડ પ્રેશરનો ઇલાજ કરી તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ, તેને સંપૂર્ણ રીતે સાજી કરવામાં હજી નિષ્ફળ રહ્યાં છે. જો કે, કેનેડિયન મેડિકલ એસોસિએશન આની જાણ લગાવવા લાગ્યા છે કે, આખરે આવું કેમ થાય છે.