આંધ્ર પ્રદેશના માર્શલ આર્ટ માસ્ટર પ્રભાકર રેડ્ડીએ પોતાના હાથથી 1 મિનિટમાં 212 અખરોટ તોડીને ગિનિસ બુકમાં પોતાનું નામ દાખલ કર્યુ. પ્રભાકર રેડ્ડીએ આ રેકોર્ડ આંધ્ર પ્રદેશમાં જ બનાવ્યુ. તેણે માત્ર 1 મિનિટમાં ઉભા રહ્યા વગર 212 અખરોટ તોડી નાખ્યા. આ કૉમ્પિટિશનમાં જેટલા લોકોને ભાગ લીધો તે લોકો ગ્લવ્સ પહેરવા માટેનું કહેવામાં આવ્યુ હતુ કેમ કે એક્સપર્ટ માર્શલ આર્ટ માસ્ટર હોવા છતા હાથથી અખરોટ તોડવાનો દુ:ખાવા પૂર્ણ સાબિત થાય છે.
અખરોટ તોડવા માટે સુનિશ્ચિત કરવાનું હતુ કે એક અખરોટના ઓછામાં ઓછા 2 ભાગ જરૂરથી તૂટી જાય. પ્રભાકર રેડ્ડીએ ટાઇમ શરૂ થતાની સાથે જ વિજળી જેટલી ઝડપથી અખરોડ તોડવાનું શરૂ કરી દીધુ. રેડ્ડીએ એક સેકન્ડમાં લગભગ 3 અખરોડ તોડી દીધા. આ કોમ્પિટિશનમાં તમામ અખરોટ એક લાઇનથી એક ટેબલ પર રાખ્યા હતા જેને તોડવાના હતા. તમામ અખરોટ તોડતા પહેલા ચેક કરવામાં આવ્યુ હતુ કે અખરોટ પહેલાથી તો તૂટેલા ના હોય. પ્રભાકર રેડ્ડીનો આ વીડિયો ગિનેસ વર્લ્ડ રેકોર્ડે ઑફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પર શૅર કરવામાં આવ્યો છે.