કાગડો-ધુવડ-કાળી બિલાડી જેવા વિવિધ પશુ-પંખી સાથે અપશુકનની વાયકાઓ પરંપરાથી ચાલી આવી છે: આજે 21મી સદીનાં યુગમાં પણ મોટાભાગનો વર્ગ તેમાં માન્યતા ધરાવે છે
શ્રદ્ધા સાથે જ અંધ શ્રધ્ધા અને શુકન સાથે અપશુકનની લોકવાયકા પેઢી દર પેઢી ચાલી આવે છે ત્યારે યુવા વર્ગે તેમાં જનજાગૃતિનું મહત્વનું કાર્ય કરવાની તાતી જરૂરીયાત છે
‘કાગનું બેસવું અને ડાળનું પડવું’ આવી અનેક કહેવતોમાં આવતો કાગડો અદભૂત પક્ષી છે. અસ્તિત્વની દરેક પરિસ્થિતિઓમાં તે અનુકુલન સાધી શકે છે. તે પૃથ્વી પર લગભગ જોવા મળે છે જોકે પર્યાવરણ મુજબ તેના આકાર કદમાં તફાવત જોવા મળે છે. કેટલાક લોકો માટે તે દુર્ભાગય-શુકન-અપશુકન પણ ગણાય છે. તેના વિશે ઘણી લોકવાયકા-ચિત્ર-વિચિત્ર વાતો સમાજમાં પ્રચલીત છે. કાગડો આપણાં પૌરાણિક કથા, સાહિત્ય અને સંગીતમાં વણાયેલો છે.
આ કાળા-કાળા કાગડાભાઈનું લેટીન નામ ‘ક્ોર્વસ’ છે જેને પ્રથમવાર 1758માં જાણીતા પ્રકૃતિવાદી કાર્લલાઈને જોયો હતો. આજે વિશ્ર્વમાં 40 થી વધુ પ્રજાતિનાં કાગડાઓ જોવા મળે છે. પણ ફેનોટાઈપમાં નજીવો તફાવત જોવા મળે છે. આનુવાંશિક સુવિધા-નિવાસસ્થાનને કારણે થોડા રૂપરંગ ફરે છે. આ પક્ષીનો સૌથી નજીકનો સંબંધ અમેરિકાનાં સફેન ગળાકાર કાગડો છે.
કાગડાની શરીર રચનામા લંબાઈ 70 સે.મી. અને તેની પાંખો 150 સે.મી. હોય છે. 800 થી 1600 ગ્રામ વજન ધરાવે છે. અમુક જગ્યાએ બે કિલોના કાગડશ પણ જોવા મળે છે. થોડો ઘણો તફાવત પર્યાવરણને આભારી છે. તે સૌથી વધુ ઉતરીય અક્ષાંશો અને ત્યાંના પર્વતોમાં જોવા મળ છે.તેમની વિશિષ્ટ સુવિધામાં લાંબી તીક્ષ્ણચાંચ છે. નર કાગડો માદા કાગડી કરતાં મોટો જોવા મળે છે. તે સામાન્ય રીતે જંગલોમાં રહેનાર છે. જે એક જોડી બનાવીને રહે છે.ફકત પાનખર ઋતુમાં 10 થી 40નું ટોળુ બનાવે છે. રાત્રે માળામાં સુઈ જાયને દિવસ આખો શિકાર કરે છે.
કાગડો એક બુધ્ધીશાળી પ્રાણી છે. તેમનો અવાજ ભલે આપણને ન ગમે પણ તેનું ક્રા….ક્રા… અવાજ એક વાસ્તવિક વાતચીત છે. કાગડોગ્રામ્ય વિસ્તારો કે શહેરી વિસ્તારોમાં જોવા મળે છે. તેનું અંદાજે આયુષ્ય 10 થી 15 વર્ષ ગણાય છે. તેનો માળો અસ્ત વ્યસ્ત હોય છે. તે માંસાહારી હોવાથી દરરોજ શિકાર કરે છે તેથી તેને મોટા પક્ષીઓનાં જોખમનો સામનો પણ કરવો પડે છે. આરબ લોકોનું માનવું છે કે તે એક અમર પક્ષી છે. પ્રાચિન રેકોર્ડ મુજબ 300 વર્ષ જીવ્યા ના દાખલા છે.જોકે આ દાવો પક્ષીવિદનથી માનતા તેમની વાત મુજબ પિંજરામાં પણ 70 વર્ષથી વધુ ન જીવી શકે પક્ષી.
કાગડો અને કોરવિડમાં ઘણી ગેરસમજણ છે. વાસ્તવમાં બે અલગ પ્રજાતિ છે. કાગડાને અંગ્રેજીમાં ‘રાવેન’ કહે છે. મોટાભાગે કાગડો મનુષ્યની નજીક રહેવાનુંપસંદ કરે છે.કારણ તે તેમનેખોરાક મેળવવો સરળ પડેછે. કાગડો લગભગ સમગ્ર ઉંમર ગોળાર્ધમાં રહે છે. ઉત્તર અમેરિકાથી અલાસ્કા, મેકિસકોથી ફ્રાન્સ સિવાય વિશ્ર્વના લગભગ બધા દેશોમા જોવા મળે છે. યુરોપ, એશિયા અને આફ્રિકામાં વધુ જોવા મળે છે. તે દરિયાકિનારે, રણ અને પર્વતોમાં રહેવાનું વધુ પસંદ કરે છે. આજે તો શહેરના બગીચાઓમાં વધુ જોવા મળી રહ્યા છે. તે બહુ મોટા શહેરોમાં ઓછો જોવા મળે છે.
કાગડાઓનો વિવિધ આહાર છે તેની પ્રકૃતિ શિકારી છે પણ છેલ્લે તો જે મળે તે ખાઈ લે છે. પહેલા જાનવરો-માછલી-ઉંદર અને દેડકા ખાવા માટે તે સક્ષમ છે. શિકારની શોધમાં તે લાંબો સમય હવામાં ઉડે છે. તે નાના જીવજંતુ પણ ખાય છે. શહેર કે ગામડાની ભાગોળે પડેલા વિશાળ કચરાના ઢગ પાસે ટોળા સ્વરૂપે જોવા મળે છે. તેના માળામાં પણ વિપુલ પ્રકારનો ખોરાક પડેલો હોય છે. તે વાદળી ધાતુની ચમક સાથે સંપૂર્ણ પળેકાળો હોય છે તે સર્વભક્ષી કુળનું પક્ષી છે.દક્ષિણ એશિયામાં નેપાળ-ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, માલદીવ્સ, થાઈલેન્ડ અને ઈરાનમાં કાગડા વધુ જોવા મળે છે.
કાગડો મોટેભાગે જમીન પરથી ખોરાક મેળવી લે છે. તે મે મહિનામાં માળો બાંધવાની શરૂઆત કરે છે. એક ઝાડમાં કાગડાના ધણા માળાઓ જોવા મળે છે. શ્રદ્ધામાસમા કાગડાનું વિશેષમહત્વ છે. કાગવાસ પરંપરા પર્યાવરણ સાથે સીધી જોડાયેલી છે તે પ્રકૃતિનો પહેરદાર સાથે ઈકોસીસ્ટમનો સપોર્ટર પક્ષી છે. અષાઢ અને શ્રાવણ કાગડાની સંવનન ઋતુ છે. ભાદરવામાં કાગડાના બચ્ચા ઈંડામાંથી બહાર આવે છે. કાગડાની સંખ્યા જોતા તેના બચ્ચાના પાલન પોષણમાટે ધણો આહાર જોઈએ જેની પૂર્તિમાટે આ રિવાજ પરંપરા ચાલી આવી છે.
લોક વાયકા મુજબ કાગડામાં ખાસ શકિત હોય છે જેને કારણે તે આવનારા સમયમાં સારી-ખરાબ ઘટનાની પહેલી જાણ થઈજાય છે.તમે ઘણી વાર સાંભળ્યું હશે કેઘર પાસે કાગડો બોલે તો ઘરે મહેમાન આવે છે. કેટલા શુકન-અપશુકન પણ તેની સાથે જોડાયેલા છે.જો છતપર વધુ કાગડા ભેગા થાયતોઘરમાં ઝગડો થાય છે.બપોર પહેલા તેનો અવાજ પૂર્વ કે ઉત્તર દિશાથી અવાજ સંભળાય તો સુખ પ્રાપ્ત થાય તેવી વિચિત્ર લોક વાયકા છે. તેમનો કાંવ કાંવ અવાજ ખૂબજ કર્કશ લાગે છે.
હિન્દુ ધર્મમાં કાગડાને અશુભ પક્ષી ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં કાગડાને યમદૂત પણ કહેવાય છે. શકુન શાસ્ત્ર મુજબ કાગડો યમનો નહી મનુષ્યનોદૂત છે.કૌવા ચલા હંસ કી ચાલ જેવા અનેક ફિલ્મી ગીતો પણ આવ્યા છે. તેને આપણે બદસુરત, ગણણીએ છીએ પણ તે ખુબજ ચતુર હોય છે.કોઈ સુર તાલમાં ગીતનો ગાયતો કાગડા સાથે આપણે સરખાવી એ છીએ. કાડાની યાદશકિત પાવર ફૂલ હોય છે.તે એકવાર જોઈ લે પછીતે ભૂલતો નથી એક કાગડો મૃત્યું પામે ત્યારે તેનું ટોળુ શોક મનાવવા આવે છે.
આજે ધીમેધીમે લુપ્ત થઈ રહ્યા છેકાગડા ખેતરોમાં કિટનાશક દવા છંટાય નેમરેલી ઈયળો ખાવાથી તેનો પણ ખાત્મો બોલીરહ્યો છે. કેટલીકવાર કાગડા માણસો ઉપર હુમલો કરે છે. પણ બહુ જીવલેણ નથી હોતો. કાગડો નકલખોર હોય છે તે પક્ષી પ્રાણી અને માણસોની નકલ કરી શકે છે.શિકારી સાથે લડવામાં કાગડાનું ટોળુભેગુ થઈ જાય છે. કાગડો અને ધુવડ એક બીજાના કટ્ટર દુશ્મન છે.
કાગડો બિલાડી અને માણસના ખતરાનાં અલગ સંકેતોથી અવાજ કાઢે છે. કાગડા મોટાભાગે હાર માનતા નથી. છેલ્લે સુધી લડી લે છે. અમુક દેશોમાં તેનું માંસ ખાવામાં આવે છે. ભારતમાં વિશ્ર્વની 40 પૈકીની સાત પ્રજાતિ જોવા મળે છે. જેમાં આપણા ગુજરાત માં તો બે જ પ્રજાતિઓમાં જંગલી કાગડો નેસાદો કાગડો જોવા મળ છે.
શકુનશાસ્ત્ર મુજબ કાગડો યમનો નહી, મનુષ્યનો દૂત છે!
એક કાગડો મૃત્યુ પામે ત્યારે તેનું ટોળુ શોક મનાવવા આવે છે. હિન્દુધર્મમાં કાગડાને અશુભગણવામં આવે છે. શાસ્ત્રોમાં કાગડાને યમદૂત પણ કહેવાય છે. પણ શકુન શાસ્ત્ર મુજબ કાગડો યમનો નહી, પણ મનુષ્યનો દૂત છે. તેને આપણે બદસુરત કહીએ છીએ પણ તે એક ખૂબજ ચાલકા-ચતુર પક્ષી છે.
શું કાગડાને સારી-ખરાબ ઘટનાની જાણ અગાઉથી થઈ જાય છે!
એક લોક વાયકા મુજબ કાગડામાં ખાસ શકિત હોય છે જેને કારણે તે આવનારા સમયમાં સારી ખરાબ ઘટનાની પહેલેથી જાણ થઈજાય છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ઘર ઉપર કાગડો બોલે તો ઘેર મહેમાન આવે અને છત પર કાગડા ભેગા થાય તો ઘરમાં ઘરમાં ઝગડો થાય તેવી વાયકા તેની સાથે જોડાયેલી છે. આવી ઘણી ખરી વાતો વિવિધ પશુ-પંખી સાથે જોડાયેલ છે, આજના વિજ્ઞાનયુગમાં ઘણી માન્યતાઓ આપણા મનમાં ઘર કરી ગઈ છે.